ટેક્નિકલ કોલેજની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ૨૦૧૭થી ૨૦૧૯ સુધીના સત્રની ફી નક્કી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્નિકલ કૉલેજની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા જાહેર કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૭થી લઈને ૨૦૧૯ના સત્રની ફી જાહેર કરવામાં આવી છે. દરમિયાન ૬૧૩ કૉલેજોની ફી નક્કી કરવા માટે કમિટીની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે હાલમાં ૬૧૩ કૉલેજોમાંથી ૩૯ કૉલેજો બંધ થઈ છે. ત્યારે હવે ૫૬૪ કૉલેજોની ફી નક્કી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૭ના એડમિશન ઝોનમાં મુકવામાં આવેલ ૧૦ કૉલેજોની ફી નક્કી કરવામાં આવી નથી. દરમિયાન જ્યારે ૨૦૧ના નવા કોર્ષ ચાલુ કરનાર ૨૯ કૉલેજોની પણ ફી નક્કી કરવામાં આવી નથી. જોકે હાલમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની ૧૧૩ કૉલેજોની ફી નક્કી કરવામાં આવી છે. જેમા ફાર્મસી ૬૫ કૉલેજ, આર્કિટેકચરની ૨૮ કૉલેજ અને પ્લાશનગની ૫ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. તો બીજી તરફ ડિપ્લોમા એન્જિનિયરીંગની ૯૭ કૉલેજોની ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે એમ.ઈ.ટેકની ૬૩ કૉલેજ, એમ-ફાર્માની ૫૫ કૉલેજ, એમબીએની ૮૮ કૉલેજ અને એમસીએની ૫૧ કૉલેજોની ફી નક્કી કરવામાં આવી છે.