આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં આરોગ્યનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. અનેકવાર નાની-નાની પરેશાનીઓ થઈ જાય છે અને દવાઓની પણ તેના પર અસર થતી નથી. આવામાં આરોગ્યપ્રદ રહેવા માટે કેટલીક ટિપ્સ પણ અપનાવવી શકાય છે. જેનાથી તમે આરોગ્ય સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
1. મોઢાના ચાંદા ન મટી રહ્યા હોય તો ઈલાયચીના પાવડરમાં મધ નાખીને 3-4 વાર લગાવો.
2. જાડાપણાથી પરેશાન છો તો નારિયળ ખાવ. તેમા ફૈટ ખૂબ જ ઓછુ હોય છે.
3. બોડી પર સોજા આવી રહ્યા છે તો જાસૂદના ફૂલને પેસ્ટ બનાવીને લગાવવાથી સોજા ઉતરી જાય છે.
4. બાળકને શરદી ખાંસી થઈ ગઈ હોય તો તુલસીનો રસ અને આદુના રસમાં મધ નાખીને ખાવાથી રાહત મળે છે.
5. શરદીને કારણે પગની આંગળીઓમાં સોજો આવી જાય તો મટરને વાટીને કાઢો બનાવી તેમા સરસવનુ તેલ નાખી દો અને તેનાથી આંગળીઓ ધુવો તેનાથી ફાયદો મળે છે.
7. પાચન પ્રક્રિયામાં ગડબડી થાય તો પાનના પત્તા ચાવો. તેનાથી પાચન પ્રક્રિયા ઠીક થાય છે.
8. આંખોની રોશની કમજોર હોય તો લોબિયાના લીલા બીજોને ગોળ સાથે ખાવાથી લાભ થાય છે.
9. તાવ ન ઉતરી રહ્યો હોય તો મોસંબીના જ્યુસમાં વાટેલી વરિયાળી અને ખાંડ નાખીને પીવો.
10. ઝાડાથી પરેશાન છો તો દહીમાં જીરા પાવડર નાખીને ખાવ.