આજકાલ વજન વધવાના કારણે અને પેટની ચરબી વધવાને કારણે લોકો પરેશાન રહે છે. જો એકવાર વજન વધી ગયુ તો તેને ઓછું કરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ ઘણા એવા ઘરેલુ નુસખા અપનાવશો તો તમારી આ પરેશાનીથી હંમેશા માટે છૂટકારો મળી જશે.
લીંબુ પાણી
તમારા દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. તે પેટની ચરબીને ઓછી કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. રોજ સવારે તેનુ સેવન કરવાથી મેટાબોલિજ્મ સારું રહેશે અને વજન ઓછું કરવામાં મદદ કરશે.
બ્રાઉન રાઇસ
સફેદ રાઇસનું સેવન કરવાનું બંધ કરો અને જો તમને ભાત વગર નથી ચાલી રહ્યું તો તમે તેની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન કરવું જોઇએ, તેની સાથે આખા અનાજ અને ઓટ્સ ભોજનમાં સામેલ કરો.
સ્વીટથી રહો દૂર
ચરબી ઓછી કરવા માટે સ્વીટ વસ્તુથી દૂર રહો. તે સિવનાય તેલ વાળા ખોરાકથી પણ દૂર રહો. તેનું વધારે સેવન કરવાથી પેચ અને સાંથળ પર ચરબી એકઠી થવા લાગે છે.જેથી સ્વીટ વસ્તુથી દૂર રહેવું જોઇએ.
પાણી પીઓ
દિવસભર વધારે પ્રમાણમાં પાણી પીઓ. નિયમિત રીતે પાણી પીતા રહેવાથી તમારા મેટાબોલિજ્મ વધી જાય છે અને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકાળે છે. જેથી તમારુ શરીર સ્વસ્થ રહે છે.
કાચી લસણનું સેવન
સવારે કાચી લસણ ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદા થાય છે. રોજ સવારે લસણની 2-3 કળી ખાવી અને તે બાદ લીંબુ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થશે અને તમારું વજન ઝડપથી ઓછું થશે. સાથે પેટની ચરબી ઓછી થાય છે.
શાક- ફળનુ સેવન
ખોરાકમાં ફળ અને શાકનું સેવન કરો. સવારે એક વાટકી ફળની સાથે શાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. તે સિવાય તમને વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ્સ, મિનરલ અને વિટામીન મળશે.
મસાલેદાર ખાવાનાથી દૂર
ભોજન બનાવતી સમયે વધારે મસાલાનો ઉપયોગ ન કરો. તજ, આદુ અને કાળામરીનો ઉપયોગ ભોજન બનાવતી વખતે કરવો જોઇએ. આ મસાલામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તત્વ રહેલા છે. તેનાથી તમારી ઇન્સ્યુલિન ક્ષમતા વધે છે અને સાથે જ લોહીમાંથી સુગરનું પ્રમાણ ઓછું થાય છે.
બદામ
બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી.