માલપુઆ એક મીઠી વાનગી છે. જેને સૌથી વધારે તહેવારમાં બનાવવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરો તો પણ તે સ્વાદિષ્ટ નથી લાગતા. તો ચાલો જોઇએ ઘર સ્પેશ્યલ રીતે માલપુઆ કેવી રીતે બનાવાય. આ સ્વાદિષ્ટ વાનગીને તમે સહેલાઇથી અને ઝડપથી બનાવી શકો છો. તે સ્વાદમાં મીઠા હોય છે.
સામગ્રી
2 કપ -ઘઉંનો લોટ
1 ચમચી – વરિયાળી પીસેલી
3-4 – પીસેલી ઇલાયચી
1 મોટી ચમચી – ખમણેલુ નારિયેલનું બુરુ
1/2 કપ – ખાંડ
3 મોટી ચમચી – દૂધ
તળવા માટે – ધી
બનાવવાની રીત
સૌ પ્રથમ માલપુઆ બનાવવા માટે દુધમાં ખાંડ ઉમેરી એક કલાક રહેવા દો. તે બાદ એક વાસણમાં લોટ ચાળી લો અને તેમા વરિયાળી પાઉડર, ઇલાયચી પાઉડર અને ખમણેલા નારિયેલનું બુરુ એક સાથે ઉમેરી બરાબર મિક્સ કરો. તે બાદ દૂધમાં ખાંડ બરાબર ઓગળી જાય એટલે લોટમાં દૂધ ઉમેરો અને તેને બરાબર હલાવો. આ લોટની ન તો ગટ્ટ કે ન તો વધારે પાતળુ ખીરુ કરવું. આ મિશ્રણમાં થો઼ડુક પાણી ઉમેરી બરાબર હલાવો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ત્યારબાદ મધ્યમ આંચ પર એક ચમચી ખીરુ લઇને ઘીમાં જેમ ઢોંસા તેમજ પુલ્લા બનાવીએ છીએ તે રીતે ગોળ પુરી આકારમાં ફેલાવી દો. હવે માલપુઆ એકબીજુથી બરાબર બ્રાઉન રંગના થઇ જાય તે બાદ તેને બીજી તરફથી શેકી લો. આ રીતે તમે ઝડપથી ઘરે માલપુઆ બનાવી શકો છો. તૈયાર છે ગરમા ગરમ માલપુઆ..તેની પર તમે પિસ્તા તેમજ બદામની કતરણથી ગાર્નિશ કરી શકો છો