● અમદાવાદ:પુત્રવધુએ પિતા સમાન સસરાને જીવતા બાળી મૂકવાનો કર્યો પ્રયત્ન, માતાએ આપ્યો સાથ
● રાજસ્થાન પેટાચૂંટણીઓમાં સત્તારૂઢ BJPની સજ્જડ હારનો કરણી સેનાએ મનાવ્યો જશ્ન, આપી ચેતવણી
● બીભત્સ માંગણી કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપતા, યુવતીનો આપઘાત : પરિવારજનો ચંદ્રગ્રહણ હોઈ પૂજાપાઠમાં વ્યસ્ત હતાં ત્યારે રૂમમાં જઈ પંખા સાથે લટકી ગઈ : અમદાવાદ જિલ્લાના બાવળામાં રહેતી ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની યુવતીને તેની સાથે ટયુશન કલાસમાં આવતા 2 યુવકોઅે ફોટા વાઈરલ કરવાની ધમકી અાપતા તેણે પંખા સાથે લટકી જઈ અાત્મહત્યા કરી લીધી હતી.
● નડિયાદના તબીબ દંપતીનો નૈનિતાલમાં કાર અકસ્માત, ચારનાં મોત : નૈનિતાલથી કાશીપુર જતી વખતે કાર પલ્ટી ખાઇ નહેરમાં ખાબકતા કરૂણાંતિકા સર્જાઇ : 25 તારીખે દંપતિ કાશીપુર જવા રવાના થયું હતું
● બનાસકાંઠા : બનાસકાંઠામાં પાલનપુર હાઇવે પર વેપારીનું અપહરણ કરી લૂંટી લેવાયો : વેપારી અજીતભાઈ ચૌધરીનું 10 શખ્સોએ કર્યું અપહરણ : ગાડીમાં અપહરણ કરી સોનાની ચેન અને 10 હજાર રૂપિયાની લૂંટ ચલાવી : અજાણ્યા ફાર્મ હાઉસ પર વેપારી ને બંધક બનાવી ચપ્પાના ઘા મારી ફેંકી દેવાયો.
● મહેસાણા : સતલાસણા ગર્લ્સ મોર્ડન સ્કૂલના પ્રિન્સિપાલ સામે ફરિયાદ : ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી મામલે ફરિયાદ : સતલાસણા પોલીસ મથકે છેડતી અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ.