● અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમમાં આજથી શરૂ થશે સુનાવણી, દસ્તાવેજોની લેણ-દેણ થઈ પૂર્ણ, 7 વર્ષથી વિલંબિત હતો મામલો
● મગફળીની ખરીદી કેન્દ્રો પર ખરીદીનું થશે વીડિયો રેકોર્ડિંગ, ગેરરીતિની ફરિયાદોના પગલે રૂપાણી સરકારની કાર્યવાહી,
● સરકારે અત્યાર સુધી સવા ચાર લાખ ખેડૂતો પાસેથી કરી છે 3600 કરોડની મગફળીની ખરીદી, આંકડા જાહેર, 3100 કરોડની થઈ ચુકવણી
● ગુજરાત ભાજપના 2 ધારાસભ્યોને ક્લીનચીટ : ઈલેકશન કમીશન દ્વારા અપાઈ ક્લીનચીટ : ભાજપના 2 ધારાસભ્યો પર હતો વધુ ખર્ચનો આરોપ : હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડાને ક્લીનચીટ : સંતરામપુરના કુબેરસિંહ દિદોરને પણ અપાઈ ક્લીનચીટ :
● આરોપ બાદ થયેલી તપાસનું તારણ
● અમદાવાદ : દાણીલીમડામાં 42 વર્ષીય મહિલા મેરૂનીશા પઠાણનું મોત, મંગળવારે યુવતીનો સાસુ અને ભાભી સાથે થયો હતો ઝઘડો, ઝઘડો થતાં સાસુ અને ભાભીએ મહિલા પર કેરોસીન છાંટી સળગાવી દીધી હતી, મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું
● અમદાવાદ : સ્કૂલ સંચાલકો દ્વારા ફોન કરી ધમકી અપાઈ રહી હોવાનો વાલીઓનો આક્ષેપ, નવા વર્ષની ફી ભરી દેવા દબાણ, વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહિ બેસવા દેવાની અપાઈ ધમકી
● રાજકોટ : 180 વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા, સેન્ટ મેરી પબ્લીક સ્કુલ પાસે CBSE અને ગુજરાત બોર્ડની ઘોરણ 5ની પરમીશન ન હોવા છતાં 180 વિદ્યાર્થીઓને ગયા વર્ષે અપાયું હતું એડમીશન, ચાલુ શૈક્ષણિક વર્ષને માત્ર બે મહીના રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગે સ્કુલ બંધ કરવાનો આપ્યો આદેશ
● સુરત : મિલકત સામે બીટકોઈનનો સોદો પાડવાનો મામલો, પાલ બિલ્ડર સહિત 4 ગ્રૂપને આઇટીએ પાઠવ્યું સમન્સ, 3 આઇટી અધિકારી સહિત અનેક સરકારી કર્મચારીઓનું બીટકોઈનમાં રોકાણ હોવાનું આવ્યું બહાર, હાજર નહિ થનારાને ઈશ્યુ કરાશે વોરંટ