ડ્રાઈવિંગ લાઈસન્સ માટેના નિયમોમાં સુધારો કરતા નોટિફિકેશનમાં લાઇસન્સ મેળવવા માટેના દસ્તાવેજો પૈકી એક આધાર કાર્ડ સુપરત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે લાઇસન્સ મેળવનારાની ઉંમર અને સરનામાની સાબિતીના દસ્તાવેજ તરીકે આધાર કાર્ડને લેખવામાં આવશે, એમ સરકારે જણાવ્યું હતું.
લાઇસન્સ માટેના અરજી પત્રકમાં સુધારો કરવાનું નોટિફિકેશન સેન્ટ્રલ મોટર વેહીકલ્સ રૂલ્સ, ૧૯૮૯ કાયદાકીય તપાસ માટે સુપરત કરવામાં આવ્યું છે.એમ કાયદો અને આઈટી ખાતાના પ્રધાન રવિ શંકર પ્રસાદે રાજ્યસભામાં એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું.
તેમ છતાં લાઈસન્સ માટેના અરજીકર્તા પાસે આધાર કાર્ડ ન હોય તો પાસપોર્ટ, જન્મ તારીખનું સર્ટિુફિકેટ, વીમા પૉલીસી જેવા દસ્તાવેજો સુપરત કરવાની જોગવાઈ છે. તેમણે જણાવ્યું હતું કે આધાર કાર્ડના ડેટાની સલામતીના મામલે ચિંતા ઉપજાવે તેવા બનાવ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.