મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં મળેલી નર્મદા ક્ધટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવા અંગે આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્ય પ્રધાને આ સંદર્ભમાં જણાવ્યું કે, આ પરવાનગી મળતા રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે.
નર્મદા આધારિત પાણી મેળવતા ૧૦ હજાર જેટલાં ગામો અને ૧૬૭ નગરને આના પરિણામે ૩૧ જુલાઈ, ૨૦૧૮ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં.
મુખ્ય પ્રધાને ગુજરાતના હિતના આ નિર્ણય માટે સંબંધિત રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનોનો પણ આભાર માન્યો છે.