● સુંજવાન હુમલો: 24 કલાક બાદ પણ ઓપરેશન જારી, આતંકીઓ પર અંતિમ પ્રહાર શરૂ : જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા ફિદાયીન હુમલામાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. આ હુમલામાં બે જવાનો પણ શહીદ થયા. શનિવારે વહેલી સવારે થયેલા આ હુમલા બાદ સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી હજુ પણ જારી છે.
● મુંબઈ: માયા હોટલ પાસેની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે
● નળસરોવરને 50 ઝોનમાં વહેંચી પક્ષીઓની ગણતરી હાથ ધરાઇ: અમદાવાદ:પક્ષી અભ્યારણ્ય નળ સરોવર ખાતે બે દિવસ પક્ષી ગણતરીનું આયોજન ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું
● મુન્દ્રા પોર્ટ પર DRIના દરોડા,વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો: કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI દ્વારા કાર્યવાહી
● પ્રધાનમંત્રી મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત,બૂર્જ ખલીફા ત્રિરંગાના રંગે રંગાઇ: ત્રણ દિવસના વિદેશ પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદી અબુધાબીના શેખ મોહમદ બિન જાયેદને મળ્યા
● દાહોદ : ખંગેલા ગામે રોડની સાઈડમાં ઉભેલા 6 વર્ષીય બાળકને ટ્રકના ચાલકે ટક્કર મારતાં બાળકને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત.
● જૂનાગઢ:ભવનાથ ક્ષેત્રમાં ભારતીય અખાડા પરિષદની બેઠક યોજાઇ : પરિષદની બેઠકમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા : મહાશિવરાત્રીની રાત્રે રવેડીનું રૂટ અને ટાઇમટેબલ કરવામાં આવ્યું નક્કી : તમામ અખાડાઓના સાધુ સંતો એકસાથે જુલુસમાં જોડાઈને કરશે મૃગીકુંડમાં સ્નાન : ભવનાથની સૌથી પ્રાચીન જગ્યા મુચકુંડ ગુફાના મહંત પદે મહેન્દ્રાનંદજી ગુરુ હરિગિરિજી મહારાજની નિમણુંક