● કેન્દ્રએ એક લાખ ક્વિન્ટલ મગફળી ખરીદવા આપેલી મંજૂરીની સમય મર્યાદા પૂર્ણ, ગોડાઉનના અભાવે નાફેડે ન કરી ખરીદી
● વડોદરા આવાસ કૌભાંડ મામલે મુખ્યપ્રધાનનું મોટું નિવેદન, કહ્યું થોડા દિવસમાં આવી જશે રિપોર્ટ, 7 દિવસમાં રિપોર્ટની વાત ખોટી
● રાજકોટમાં બાળકીની હત્યા મામલે એક શંકાસ્પદની પૂછપરછ કરાયાના સમાચાર, ઘટનાસ્થળેથી મળેલા શર્ટના આધારે તપાસ તેજ
● સાયપ્રસમાં ફસાયેલા સૌરાષ્ટ્ર-પોરબંદરના 6 યુવકોને છોડાવવા વિદેશ મંત્રાલય સક્રિય, કલેક્ટર પાસે મંગાવી વિગતો
● પાલનપુરના વાસણામાં બે જૂથ વચ્ચે અથડામણ, 2 લોકો ઈજાગ્રસ્ત, પોલીસની ભૂમિકા સામે ઉઠ્યા સવાલ
● બીટકોઈન મામલે નવો ખુલાસો : રેકેટ ઓપરેટ કરનારા દુબઈમાં બેસીને ભલે કામ કરતા હોય પરંતુ વરાછા વિસ્તારમાં 75થી વધુ સર્વર કાર્યરત કરાયા હોવાનું બહાર આવ્યું : સર્ક્યુલર ટ્રેડિંગથી કૃત્રિમ અછત ઊભી કરી લોકોને ફસાવ્યા : આઈટીએ આ બનાવમાં સીએ કુંભાની સુધી પહોંચવાની કવાયત હાથ ધરી
● હજીરા કાંઠા વિસ્તારના લોકો કાઢશે જંગી રેલી : રેલી હજીરાથી નીકળી કલેકટર કચેરી સુધી પહોંચશે : રોજગારીમાં અન્યાય અને સ્થાનિક કંપનીના પ્રદુષણને લઈ કાઢશે રેલી : 3000થી વધુ લોકો આ રેલીમાં જોડાશે : 13 ગામના સરપંચ સહિત ગામવાસીઓ રેલી કાઢશે
● રાજકોટ : નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત : ટાયર ફાટતા આઇસરે બે કારને લીધા અડફેટે : બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત, 4 ઈજાગ્રસ્ત : ઇજાગ્રસ્તોને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા : ગોંડલ માર્કેટ યાર્ડ નજીકનો બનાવ
● ભરૂચ : ઉતરાજ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ટેમ્પો પલટી જતા ગમખ્વાર અકસ્માત : અકસ્માતમાં ત્રણના કમકમાટી ભર્યા મોત, 11 લોકો ઘાયલ
● આજે કેન્દ્રીય મંત્રી રવિશંકર ગુજરાત મુલાકાતે : ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં આવશે રવિશંકર : સાંજે 4 વાગ્યે રવિશંકર પ્રસાદ કોન્ફરન્સમાં આપશે હાજરી