● આજે દેવોના દેવ મહાદેવનો પાવન પર્વ "મહાશિવરાત્રી", શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજ્યા: સોમનાથઃ આજે શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો દિવસ છે. આજે દેશભરના શિવાલયો હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
● ગીરસોમનાથ :મહાશિવરાત્રીના પર્વને લઈને સોમનાથ મંદિરમાં વહેલી સવારથી ભકતોની લાગી લાઈન.
● રાજકોટ:હીટ એન્ડ રનની ઘટના આવી સામે : આઇસર ચાલકે બાઈકને લીધું અડફેટે : બાઈક સવાર 2ના મોત : અકસ્માત કર્યા બાદ આઇસર ચાલક ફરાર : રાજકોટના ન્યૂ રીંગ રોડ પાસે આવેલ એસઆરપી કેમ્પ નજીકની ઘટના
● બનાસકાંઠાLવડગામના ભરોડ ગામનો બનાવ. : રતનજ્યોતના બીજ ખાવાથી 30 થી વધુ બાળકોને થયું ફૂડપોઈઝન : બાળકોની તબિયત લથડતાં તમામને સારવાર અર્થે ખસેડાયા : 8 બાળકોને પાલનપુર સિવિલમાં ખસેડાયા : અન્ય બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
● આચારસંહિતા ભંગ બદલ ગુજરાતના ત્રણ નેતાઓને 1 વર્ષની સજા: 2009માં ચૂંટણી સમયે થયેલી મારામારીનો મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને 1 વર્ષની સજા,મનોજ પનારાને 1 વર્ષની સજા અને નીમાબેન આચાર્યને પણ 1 વર્ષની સજા
● બનાસકાંઠા:પાલનપુરમાં થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત : પાલનપુર RTO સર્કલ પાસે થયો ગોઝારો અકસ્માત : બેફામ ટેન્કર ચાલકે 4 વાહનો ને અડફેટે લીધા : પોલીસે ટેન્કર ચાલકની કરી અટકાયત
● અમદાવાદઃ વટવા GIDC વિસ્તારમાં આવેલા પ્લોટ નં. A-1/66, ફેઝ-1ની એસોસિએટ કંપનીમાં બની ઘટના : બોઈલર ફાટતાં એમોનિયા ગેસ લીક થયો : લોકોને શ્વાસ લેવામાં ગભરામણ