સરકારે જણાવ્યું હતું કે ડૉક્ટરોની સૂચના પ્રમાણે હવેથી હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અપાતા ખોરાક પર જીએસટી નહીં લાગે. જોકે, જે દર્દીઓને દાખલ નહીં કરાયા હોય એમણે હૉસ્પિટલે આપેલા કુલ ખોરાક પર જીએસટી કર ચૂકવવો પડશે. રેવન્યૂ વિભાગે જાણવા જેવી પ્રશ્ર્નાવલીમાં સ્પષ્ટતા કરી હતી કે હૉસ્પિટલોએ હાયર કરેલા વરિષ્ઠ ડૉક્ટરો/કનસલ્ટન્ટો/ટેક્નિશિયનોની સેવા માટે પણ જીએસટી નહીં ચૂકવવો પડે કારણ કે એ બાબત હેલ્થકેર સેવા હેઠળ આવરી લેવામાં આવી છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અપાતો ખોરાક હેલ્થકેરનો એક ભાગ છે અને એને માટે અલગથી જીએસટી નહીં આપવો પડે. જે દર્દીઓને દાખલ નહીં કરાયા હોય, એમને અથવા એમના એટેન્ડન્ટને અથવા એમને મળવા આવતા લોકોને આપવામાં આવતા ખોરાક પર જીએસટી ચૂકવવાનો રહેશે.
જીએસટી કાયદા પ્રમાણે દર્દીઓ પાસેથી હૉસ્પિટલ દ્વારા ચાર્જ કરાનારી રકમ જેમાં રિટેન્શન મની, ડૉક્ટરોની
ફી/પેમેન્ટ વગેરે હૉસ્પિટલ દ્વારા દર્દીને આપવામાં આવતી હેલ્થકેર સર્વિસ ગણાય અને એને જીએસટીથી મુક્ત
રખાઇ છે.