સમગ્ર સૃષ્ટીના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા મહાપ્રભુની આજે જન્મ જયંતિ હોય રાજકોટમાં પૂજન અર્ચન અને શોભાયાત્રા સહીતના કાર્યક્રમો આયોજીત થયા છે.
સમસ્ત સુથાર અને લુહાર જ્ઞાતિના આરાધ્ય દેવ એવા વિશ્વકર્મા પ્રભુજીના રાજકોટમાં દિવાનપરા ખાતેના મંદિરે આજે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ જામી હતી. વિશેષ આરતી પુજન બાદ ધ્વજારોહણ કરવામાં આવેલ.
શાસ્ત્રી મેદાન ખાતે વિશ્વકર્મા ધામનું સર્જન કરાયુ છે. જયાં વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઇકાલે સાંજે જામખંભાળીયાના આંબાવાડી કલાવૃંદના બાવન બેડાના રાસ સાથે લોકનૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્થળે આજે સમુહલગ્નનું આયોજન પણ થયુ છે. ૧૮ યુગલો પ્રભુતામાં પગલા પાડશે.
પ્રતિવર્ષ મુજબ વિશ્વકર્માદાદાની શોભાયાત્રાનું આયોજન પણ કરાયુ છે. આ લખાય છે ત્યારે બપોરે બપોરે ર વાગ્યે ધારેશ્વર મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો છે. વિશ્વકર્મા દાદાના જયજયકારથી માર્ગો ગજાવી દેવાય હતા. સૌથી મોખરે ૭ ફુટનો દાદનો સ્પેશ્યલ રથ શોભી રહ્યો છે. વિવિધ મંડળો અને ગ્રુપો સુશોભિત ફલોટ સાથે શોભાયાત્રામાં જોડાયા છે.
અહીંથી શોભાયાત્રા કાન્ત સ્ત્રી વિકાસ ગ્રુહ ચોકમાં પહોંચશે. જયાં વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરાશે. સમગ્ર મહોત્સવ પૂર્ણ થયે સાંજે જ્ઞાતિજનો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરયુ છે.
દરમિયાન કુવાડવા વાંકાનેર રોડ ઉપર સણોસરા ખાતે નવનિર્મિત મંદિરે પણ પૂ. દાદાન પ્રાગટયોત્વનું આયોજન થયેલ છે. સવારે પુજન આરતીના કાર્યક્રમો થયલ અને બપોર બાદ વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં અવેલ છે.