● મહેસાણાના લાડોલ ગામે મોડીરાતે જૂથ અથડામણ : અથડામણને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : બે જૂથ વચ્ચે ઝગડા બાદ થયો પથ્થમારો : પોલીસે બે ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેર્યુ : અથડામણમાં કોઈને ઇજા નહીં
● રાજકોટ :: રાજકોટ આર આર સેલ દ્વારા વીરપુરના પીઢડિયા હાઈ-વે પાસે થી વિદેશી દારૂ ભરેલા 2 ટ્રક ઝડપી પાડ્યા, આશરે 2000 થી વધારે પેટી હોવાની આશંકા.
● માધવપુરના મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું : વડાપ્રધાન મોદી સહિત 5 જેટલા રાજ્યોના મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા : માધવપુરમાં માધવરાયજી-રુષ્મણીના વિવાહ પ્રસંગની થાય છે દર વર્ષે ઉજવણી : રામ નવમીના દિવસથી શરૂ થશે મેળો
● કોંગ્રેસ નેતાઓ સામે શિસ્તભંગનો મામલો : વધુ 14 હોદ્દેદારોને ખુલાસો કરવા અપાઈ નોટિસ : અગાઉ 45 નેતા-કાર્યકરોને અપાયેલી નોટિસમાંથી ફક્ત 20 લોકોએ જ આપ્યો ખુલાસો : જવાબ ન આપનારા 10 જેટલા હોદ્દેદારો સામે લેવાઇ શકે છે સસ્પેન્શનનો નિર્ણય : ઝડપથી નિર્ણય લેવા પ્રદેશની કવાયત
● રાજકોટ : શ્રમજીવી સોસાયટીમાં હોળીના દિવસે થયેલા ફાયરિંગના ગુનામાં થોરાળા પોલીસે ૩ આરોપીઓની કરી ધરપકડ : પોલીસે ત્રણેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કરાવ્યું કાયદાનું ભાન
● બનાસકાંઠા : અમીરગઢના ધનપુરા ગામમાં 3 બાળકોને થઈ ઝેરી ખોરાકની અસર : અત્યંત નાજુક હાલતમાં બાળકોને સારવાર અર્થે ખસેડાયા : પાલનપુર સિવિલમાં સારવાર દરમિયાન બાળકોની હાલત લથડી : બાળકોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
● સુરત : પોલીસ કમિશ્નર કચેરીએ એક યુવકે દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ : ડીંડોલી વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના ત્રાસને લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું આવ્યું બહાર