જામનગરમાં વિશ્વકર્મા જયંતિની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમો જેવા કે મહાઆરતી, સમુહપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.વિશ્વકર્મા વંશજો આજે વહેલી સવારથી જ વિશ્વકર્મા પ્રભુજીના મંદીરમાં દર્શનાર્થે ભીડ જામી હતી.
જામનગરમાં આજે વિશ્વકર્મા પ્રભુજીની જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે વિશ્વકર્મા વશંજો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આગોતરૃ આયોજન કરવામાં આવે છે. શહેરમાં મચ્છુકઠીયા સઈ સુથાર, મચ્છુકઠીયા લુહાર જ્ઞાાતિ, કડીયા, મેવાડા સુથાર, સોની, ગુર્જર સુથાર તમામ પ્રકારના જ્ઞાાતિજનો, કારીગરો દ્વારા આજે વિશિષ્ટ રીતે વિશ્વકર્મા દેવની આરાધના કરવામાં આવી હતી. જ્યારે શહેરમાં અલગ-અલગ મંદીરોમાં આજે વહેલી સવારે પ વાગ્યે મંગળા આરતી, ૭ઃ૩૦ કલાક હવન તેમજ બપોરે ૧૧ વાગ્યે મહાઆરતી, બપોરે ૧ર વાગ્યાથી સમુહ મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોની વણઝારરૃપ કાર્યોમાં જ્ઞાાતિજનો સહભાગી થયા હતાં. તેમજ બપોરના મહાપ્રસાદ યોજાયા બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું. સાથોસાથ બાળકો માટે નૃત્ય સ્પર્ધા, જ્ઞાાતિના વિકાસની માહીતી, લક્ષ્મી નારાયણ મંદિર ખાતે મહાપુજા, મહા હવન સહિતના કાર્યક્રમો ઉત્સાહભેર યોજાયા હતાં.