ગોધરા/સંતરામપુર/દાહોદ:પંચમહાલ તેમજ દાહોદ જિલ્લામાં વિશ્વાકર્મા જયંતીની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી. ગોધરામાં આવેલ વિશ્વાકર્મા મંદીરમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણીને અનુલક્ષીને વિવિધ ધાર્મીક કાર્યક્રમ આયોજીત કરવામાં આવતા મોટી સંખ્યામાં અનુઆયીઓ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. ગુરુવારના રોજ ગોધરામાં આવેલ અંતિપ્રાચીન વિશ્વાકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વાકર્મા ભગવાનની જન્મજયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વાકર્મા મંદીર ગોધરાના પ્રમુખએ ઉજવણી અંગે જણાવ્યું હતું કે આ મહાસુદ-13, તા.9ના ગુરુવારના રોજ શ્રી વિશ્વાકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિતે અંતિપ્રચીન વિશ્વાકર્મા મંદિરમાં વિવિધ કાયક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંદિર ખાતે ગુરુવારની સવારે 6 કલાકે કેસર સ્થાન,7 કલાકે મહાઆરતી , ભવ્ય શોભાયાત્રા સવારે 10 કલાકે તેમજ મહાયજ્ઞનું આયોજન કરવામા઼ આવ્યું છે. સાજે મહાયજ્ઞની પુણાહુતી બાદ મહાઆરતી તેમજ સાસ્કૃતિક કાર્યક્રમ,વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.શ્રી વિશ્વાકર્મા મંદિરના પ્રમુખ તથા તમામ કારોબારી સભ્યો દ્રારા સર્વે વિશ્વાકર્મા બંધુઓને વિશ્વાકર્મા શોભાયાત્રા તેમજ વિશ્વાકર્માજન્મજયંતી ની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં અનુઆયીઓ ભાગ લીધો હતો અને નમતી સાંજે ભંડારામાં મહા પ્રસાદીનો લાભ લીધો હતો.
સંતરામપુરમાં વિશ્વકર્મા જયંતી ઉજવાઇ
સંતરામપુર નગરમાં વિશ્વકર્માની પ્રાણપ્રતિષ્ઠા અને વિશ્વકર્મા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જેના ભાગરુપે સમસ્ત પંચાલ સમાજ દ્વારા કારગીલ પેટ્રોલપંપની બાજુમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. અને આજરોજ મુર્હુત પ્રમાણે મૂર્તિપ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નગરના દરેક વિસ્તારોમાં રથ સાથે શોભાયાત્રા કાઢી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઇ હતી. અને સમસ્ત પંચાલ સમાજે ધંધા રોજગાર બંધ રાખી આ કાર્યક્રમમાં જોડાયા હતા. રાત્રીના સમયે ભંડારો અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનો નગરજનોએ લાભ લીધો હતો.
દાહોદમાં વિશ્વકર્મા જંયતીની ઊજવણી
દાહોદ શહેરમાં શ્રી વિશ્વકર્મા જંયતિના પાવન પસંગે ચેતના સોસાયટીમાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતેથી પંચાલ નવ યુવક મંડણ ઘ્વારા શ્રી વિશ્વકર્મા જંયતી મહોત્સવની રંગેચંગે ઊજવણી કરવામાં આવી હતી.પંચાલ નવયુવક મંડળ ઘવારા શ્રી વિશ્વકર્મા મંદિરમાં સવારે સાડાપાંચ વાગ્યે શ્રી વિશ્વકર્મા શાસ્ત્રોકત રીતે મંત્રોચ્ચાર સાથે દુઘ કેશરથી અભિષેક કરવામાં આવ્યો હતો.સવારના આઠ વાગ્યે હજારો ભાવિકોની ઊપસ્થીતીમાં ભગવાન શ્રી વિશ્વકર્માનું પુજન કરવામાં આવ્યું હતુ.સવારના સાડા નવ વાગ્યાના સમયે મંગળમુહતમાં શ્રી વિશ્વકર્માને સુશોભીત રથમાં બિરાજમાન કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતા.