શુ તમારા મોંમાંથી આવી રહેલી દુર્ગંધથી કોઇ તમારી સાથે વાત કરવાનું પસંદ નથી કરી રહ્યું.શુ તમે આ કારણોસર પરેશાન રહો છો. તો આજે અમે કેટલાક એવા નુસખા અંગે તમને જણાવીશું જેનાથી તમે સહેલાઇથી મોંમાંથી આવી રહેલી દુર્ગંધથી છૂટકારો મેળવી શકો છો.
• ફુદીનાના પાનથી તમારા મોંમાંથી આવી રહેલી દુર્ગંધથી રાહત મેળવી શકો છો. જેના માટે ફુદીનાના પાનને કાચા ચાવી શકો છો. તે સિવાય તેનું પીણુ બનાવીને પણ તમે પી શકો છો. આ ઘણો અસરકારક ઇલાજ છે.
• વરિયાળી ખાવાનું પચાવવાની સાથે-સાથે મોંમાંથી આવી રહેલી દુર્ગંધને પણ દૂર કરે છે. મોંમાંથી આવી રહેલી દુર્ગંધનું મુખ્ય કારણ ખરાબ પાચન જ હોય છે. એવામાં વરિયાળી એક અસરકારક ઉપાય છે.
• જો મોંમાથી વધારે પડતી દુર્ગંધથી પરેશાન છો તો દાડમની છાલ ખૂબ ફાયદાકારક હોય શકે છે. તેના માટે દાડમની છાલને પાણીમાં ઉકાળી લો અને પાણી નવશેકું થવા પર તેનાથી કોગળા કરો. આમ કરવાથી મોંમાથી આવતી દુર્ગંધ ઝડપથી દૂર થાય છે.
• વિટામીન સી યુક્ત આહારના સેવનથી મોંમાથી આવતી દુર્ગંધ દૂર કરી શકાય છે. એવામાં નારંગી, લીંબુ જેવા ખાટા ફળ ખાઇ શકો છો. જોકે વિટામીન સી મોંમા આવી રહેલી દુર્ગંધ માટે જવાબદાર બેક્ટેરિયાને દૂર કરે છે.
• જો ચા પીધા બાદ મોંમાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો ચા બનાવતા સમયે તેમ તજ ઉમેરી દો. તેના ઉપયોગથી તમને દુર્ગંધથી રાહત મળી શકે છે.