ફ્રૂટ જામ બાળકોને ખૂબ પસંદ હોય છે. તેની લાલતમાં બાળક બ્રેડ અને રોટલી પણ ખાય છે. જો તમારું બાળક ખાવાનું નથી ખાઇ રહ્યું તો તમે તેને જામની સાથે અલગ અલગ વાનગી બનાવીને આપી શકો છો. બજારની વસ્તુની જગ્યાએ ઘરમાં બનાવવામાં આવેલી વસ્તુ સ્વસ્છ હોય છે. જેથી બાળકના સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર પડતી નથી. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય મિક્સ ફ્રૂટ જામ..
સામગ્રી
1 કિલો – ખાંડ
5 નંગ – સફરજન
1 નંગ – નાનું પપૈયું
4 નંગ – કેળા
1 બાઉલ – દ્રાક્ષ
2 ચમચી – લીંબુનો રસ
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ જામ બનાવવા માટે સફરજન, અનાનસ અને પપૈયાની છાલ નીકાળી નાના-નાના ટૂકડામાં કટ કરી લો. હવે એક વાસણમાં પાણી ઉમેરી તેમા સફરજન, પપૈયુ, દ્રાક્ષ અને અનાનસને 10 મિનિટ સુધી ઉકાળી લો. જ્યારે આ ફળ બરાબર ગળી જાય એટલે તેને ઠંડુ કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે એક કઢાઇ લો. તેમા આ પેસ્ટ ઉમેરો. હવે તેમા ખાંડ અને મીઠુ ઉમેરી હળવી આંચ પર ચઢવા દો. 2 મિનિટ બાદ તેમા લીંબુનો રસ ઉમરો અને તેને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી તે ગટ્ટ ન થઇ જાય. જામ તૈયાર છે કે નહીં તે ચેક કરવા માટે એક ચમચી વડે જામ લો અને તે નીચે ન પડે તો સમજવું કે જામ તૈયાર છે. હવે ગેસની આંચ બંધ કરી દો અને જામને એર ટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દો. તેનું ઢાંકણ ખુલ્લુ રાખો. તે ઠંડુ થાય તે બાદ ઢાંકણ બંધ કરી ફ્રીઝમાં મૂકી દો.