કેટલાક લોકો ચહેરા અને નાકની આસપાસ થતા વ્હાઇટહેડ્સથી પરેશાન રહે છે. વ્હાઇટહેડ્સમાં વધારે પ્રમાણમાં તેલ હોવાના કારણે ત્વચા પર મૃત કોશિકાઓ જમા થઇ જાય છે. જેના કારણે ચહેરો શ્યામ થઇ જાય છે. તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ઘરે બેઠા તેને દૂર કરવા માંગો છો તો અજમાવો આ ટિપ્સ..
વ્હાઇટ હેડ્સ હટાવીને ત્વચાને સાફ રાખનારી આ ઔષધિમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ છે. આ તત્વોથી ત્વચાના રોમછિદ્રો ખુલવાની સાથે વ્હાઇટહેડ્સ પણ દૂર થાય છે. આવો જોઇએ આ ઔષધિ બનાવવાની સહેલી રીત
ચંદન પાઉડર
અડધી ચમચી ચંદન પાઉડરને ડિસ્ટિલ્ડ વોટરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેસ્ટને 5 મિનિટ ચહેરા પર લગાવી રાખો. તે બાદ તેને નવશેકા પાણથી બરાબર સાફ કરી લો. સતત અઠવાડિયુ આ ઉપાય કરવાથી તમારા ચહેરા પરના વ્હાઇટહેડ્સ દૂર થશે.
ઓટમીલ
બે ચમચી રાંધેલા ઓટમીલમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. તેને 10 મિનિટ ચહેરા પર લગાવી રાખો. થોડીક વાર ચહેરાને નવશેકા પાણીથી સાફ કરી લો. જો તમે જલ્દી ફરક જોવા માંગો છો તો રોજ આ ઉપચાર કરવાથી વ્હાઇટહેડ્સની સમસ્યાથી રાહત મળશે.