● રાજ્યસભાના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી, રાઠવાના ફોર્મ પર સૌની નજર, તો કૉંગ્રેસમાં ફરી બેંગાલુરુવાળી થવાની ચર્ચા
● રાજ્યસભાની 4 સીટ માટે ભાજપ-કૉંગ્રેસે મેદાનમાં ઉતાર્યા 3-3 ઉમેદવાર, તો અમી યાજ્ઞિકની ઉમેદવારીથી મહિલા કૉંગ્રેસમાં ભડકો
● વર્ષો બાદ આજથી વિધાનસભા સત્રના સમયમાં ફેરફાર, હવે 9:30 કલાકે મળશે સત્ર, તો આજે થશે મહત્વના મુદ્દા પર ચર્ચા
● રાજકોટ : વધુ એક ગેંગરેપની ઘટના આવી સામે, 12 વર્ષની સગીરા સાથે બની ગેંગ રેપની ઘટના, મહિલા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ, સગીરાને બનાવી ગર્ભવતી , પેટ બઢતા ડોક્ટરને બતવતા સમગ્ર ઘટના આવી સામે, આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત શરૂ
● અમદાવાદના ત્રણ જાણિતા બિલ્ડર ગ્રુપ પર આઇટી સર્ચ ઓપરેશનનો મામલો, સત્યમ, સાંગાણી અને શાલીગ્રામ ગ્રુપની રૂ.270 કરોડની કરચોરી ઝડપાઇ, સત્યમ, સાંગાણી અને શાલીગ્રામ ગ્રુપ દ્વારા વિદેશી બેંકોમાં રકમ ટ્રાન્સફરના પુરાવા મળ્યા, દુબઇ અને હોંગકોંગની બેંકોમાં કરાઈ રકમ ટ્રાન્સફર, રૂ.150 કરોડના રોકડ વ્યવહાર અને 20થી વધુ લોકર આઇટી વિભાગ દ્વારા સીઝ કરાયા, નામચીન બિલ્ડર અનુભાઈ સાંગાણી છે સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શાલીગ્રામ ગ્રુપના માલિક
● આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનનું પેપર, તો દાહોદમાં ધોરણ 10ના પેપર લીકની તપાસ તેજ
● અડધી કિંમતે ટ્રેક્ટર કૌભાંડમાં મુખ્ય આરોપી સામે વડોદરામાં વધુ એક ફરિયાદ, પાંચ લાખની છેતરપિંડીનો રાજકોટના વેપારીનો દાવો
● 100 કરોડના સમૃદ્ધ જીવન મલ્ટિસ્ટેટ પર્પઝ સોસાયટી લિમિટેડ કૌભાંડમાં CID ક્રાઈમની ફરિયાદ, રાજ્યભરમાં દરોડા
● રાજકોટ એસીબીની ગઢડામાં ટ્રેપ, ગઢડાનો પોલીસ કોસ્ટબલ ઝડપાયો લાંચ લેતા ઝડપાયો, પ્રકાશભાઈ કુકડીયા નામના કોસ્ટબલ ૨૦ હજાર ની લાંચ લેતા ઝડપાયા, મહિલાને ધરપકડ ન કરવા માંગી હતી લાંચ