ગરમીની સીઝન દસ્તક આપી રહી છે. આવામાં શરીરના સ્વાસ્થયને સારુ રાખવું બહુ જ જરૂરી છે. ગરમીમા શરીરમાં પર્યાપ્ત માત્રામાં પાણી રાખવું અત્યંત જરૂરી હોય છે. કેટલાક લોકો માટે એ સંભવ નથી રહેતું કે, તે વધુ પાણી પી શકે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા ફળો અને શાકભાજી વિશે જણાવીએ, જેના સેવનથી શરીરમાં પાણીની માત્રા પૂરી થશે. આ ફળ અને શાકભાજીના સેવનથી તમારા શરીરને પૂરતુ પાણી મળી શકશે.
સંતરા
સંતરામાં પાણી સારી માત્રામાં હોય છે. સંતરુ ખાઈને શરીરમાં પાણીની પર્યાપ્ત માત્રાને પૂરી કરી શકાય છે. તેના સેવનથી બોડી હાઈડ્રેટ રહે છે અને સ્કીન પર ચમક આવે છે. તેને બપોરે
ખાવાથી ફાયદો થાય છે. ધ્યાન રાખો સંતરા રાત્રે ન ખાવા. બપોરે પણ ખાવાના એક કલાક પહેલા કે બાદમાં ખાવા.
દ્રાક્ષ
દ્રાક્ષમાં પણ પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે. તેના સેવનથી પાચનક્રિયા સારી રહે છે. દ્રાક્ષ સવારે ખાવી લાભદાયક હોય છે. તડકામાં જતા પહેલા કે આવ્યા બાદ દ્રાક્ષ ખાવી સારુ રહે છે.
કાકડી
ગરમીમા શરીરમાં પાણીની પૂરતી માત્રા બરકરાર રાખવા માટે કાકડી બેસ્ટ ઓપ્શન છે. કાકડીમાં 96 ટકા પાણી અને 4 ટકા ફાઈબર હોય છે. તેના સેવનથી પેટ ભરેલું ભરેલું રહે છે અને
ડાયટિંગ કરનારાઓ માટે તે સૌથી વધુ ફાયદાકારક હોય છે. કાકડીનું સેવન દિવસના સમયે જ કરવુ જોઈએ.
ટામેટા
ટામેટામાં 90 ટકા સુધી પાણી હોય છે. ટામેટાનું સેવન કરીને તમે વજન પણ કન્ટ્રોલ કરી શકો છો. સાથએ જ તેને ખાવાથી કેન્સરનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
તરબૂચ
ગરમીમાં તરબૂચનું રસ બહુ જ ગુણકારી કહેવાય છે. તેમા પર્યાપ્ત માત્રામા વિટમિન અને મિનરલ હોય છે. જે સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક હોય છે. તરબૂચ ખાવાના એક કલાક બાદ પાણી ન પીવું. આવું કરવાથી તરબૂચ હાનિકારક હોઈ શકે છે. તાજુ કાપેલુ તરબૂચ ખાવાથી અઢળક ફાયદા થાય છે.