આજકાલ ખાસકરીને લોકોની એક સમસ્યા છે કે તેમના વાળ ભરાવદાર નથી અને દિવસે-દિવસે વાળની સુંદરતા પણ ગાયબ થવા લાગે છે. જો તમારા વાળમાં પણ આ સમસ્યા છે તો તમે તમારા વાળ પર આ ખાસ માટીના માસ્ક લગાવીને વાળને ભરાવદાર અને લાંબા કરી શકો છો.
ખરતા વાળ
મુલતાની માટી એક પ્રકારનું કુદરતી વરદાન છે.મુલતાની માટીને વાળ પર લગાવવાથી ન ફક્ત ખરતા વાળની સમસ્યા દૂર થાય છે પરંતુ વાળ લાંબા અને મુલાયમ પણ રહે છે.
હેર સ્ટ્રેટ
હેર સ્ટ્રેટનિંગ કરાવવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચ કરે છે. એવામાં મુલતાની માટી તમારી મદદ કરી શકે છે. મુલતાની માટીમાં 5 ચમચી ચોખાનો લોટ તેમજ દહીં ઉમેરો. આ ત્રણેય વસ્તુની બરાબર મિક્સ કરો. તેને વાળમાં લગાવ્યા બાદ કાંસકાથી વાળ ઓરી લો. જ્યારે વાળ સૂકાઇ જાય તો તેને બરાબર ધોઇ લો, આમ કરવાથી વાળ સીધા થઇ જશે.
વાળની શુષ્કતા દૂર કરે
મુલતાની માટી વાળની શુષ્કતા દૂર કરવાનું કામ પણ કરે છે. તેના માટે ચાર ચમચી મુલતાની માટીમાં અડધો કપ દહીં, અડધો કપ લીંબુ અને બે ચમચી મધને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આમ કરવાથી વાળની શુષ્કતાની સમસ્યા દૂર થવા લાગે છે.
બરછટ વાળ
બરછટ વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સૂતા પહેલા વાળમાં તેલ લગાવો. સવારે મુલતાની માટીમાં દહીં મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. તે બાદ ઠંડા પાણીથી વાળને બરાબર ધોઇ લો. આમ કરવાથી બરછટ વાળની સમસ્યા દૂર થશે.