બાળકોને સવારે એકદમ પૌષ્ટિક નાસ્તો પીરસશો તો દિવસ સુધરી જશે. ગણતરીની મિનિટોમાં સરળતાથી ગરમાગરમ પૌંઆ ઇડલી બનાવાની રીત એકદમ સરળ છે. તો ઝટપટ નોંધી લો રેસિપી.
સામગ્રી:
1.5 કપ રવો
1 કપ પૌંઆ
1 કપ ખાટું દહીં
1/2 ટીસ્પૂન ઇનો પાવડર
સ્વાદાનુસાર મીઠું
ઇડલી મોલ્ડમાં લગાવા માટે તેલ
રીત:
પૌંઆને સાફ કરી દહીંમાં પલાળી 10 મિનિટ બાદ પૌંઆને વ્યવસ્થિત રીતે મેશ કરી દો. ત્યારબાદ રવો એટલે કે સોજીને દહીં અને પૌંઆમાં મિશ્રિત કરી દો. થોડીકવારમાં આ મિશ્રણનું તમામ પાણી સૂકાઇ જશે. ત્યારબાદ થોડું પાણી ઉમેરી ઇડલી બૈટર જેટલું ઘટ્ટ બનાવી લો.
હવે ઇડલી મોલ્ડમાં તેલ લગાવી દો. ત્યારપછી ઇડલીના બેટરમાં ઇનો પાઉડર મિશ્રિત કરી મોલ્ડમાં પાથરી દો. ઇડલીના કૂકરમાં પાણી ગરમ થવા મૂકી દો. ઇડલી મોલ્ડમાં મિશ્રિત કરીને સ્ટીમરમાં 10-12 મિનિટ સુધી ઇડલી ચઢવા દો. થોડીક ઠંડી થયા બાદ મોલ્ડમાંથી ઇડલી કાઢી નાળિયેરીની ચટણી અને સંભાર સાથે ગરમાગરમ સર્વ કરો.