● ગુજરાતની રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે આજે સ્પષ્ટ થશે ચિત્ર, 3 વાગ્યા સુધીમાં પરત ખેંચાશે ઉમેદવારીપત્ર, ભાજપના 1 અને અપક્ષના 1 ઉમેદવાર પર સૌની નજર
● વિધાનસભામાં મારામારીની ઘટનામાં કૉંગ્રેસના 3 ધારાસભ્યો સસ્પેન્ડ, ભાજપના જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીને અપાઈ સુરક્ષા
● વિધાનસભામાં આજે પણ હોબાળાની શક્યતા, સસ્પેન્શન મુદ્દે કૉંગ્રેસ કરી શકે છે અધ્યક્ષને રજૂઆત
● વાંકાનેરના જોધપર ગામ પાસે ટ્રકની અડફેટે આવતા બે મહિલા પદયાત્રીના મોત, કચ્છથી ચોટીલા ચાલીને જતા સંઘને નડ્યો અકસ્માત, ભુજના જવાહર નગરથી ચોટીલા જવા માટે નિકળ્યો હતો આઠ વ્યક્તિઓનો સંઘ
● Air India નું ટ્વિટર એકાઉન્ટ હેક થયું, હેકર્સે લખ્યું-તમારો ડેટા અમારા કબ્જામાં
● અંબાજી બંધનો મામલો, આજે બીજા દિવસે પણ અંબાજી બંધ રહેશે, જ્યાં સુધી હોસ્પિટલમાં સુવિધાઓ ઊભી નહીં કરવામાં આવે ત્યાં સુધી અંબાજી બંધ રહેશે, અચોક્કસ મુદ્દત સુધી અંબાજી બંધ રાખવાની ચીમકી, હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું બીજા દિવસે બંધનું એલાન
● વડોદરા : કાર અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત, કાર માલિક મહિલા હોવાનું આવ્યું સામે, મહિલા કાર માલિક કાર મુકી ફરાર, અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત , ગોત્રી પોલીસ પહોંચી ઘટનાસ્થળે, વાલીઓમાં મહિલા કાર માલિક સામે ભારે રોષ,
● આજથી રાજ્યના ખેડૂતોને નર્મદા ડેમનું પાણી નહીં મળે, 15 માર્ચ બાદ નર્મદામાંથી પાણી નહીં આપવાનો લેવાયો નિર્ણય, આજથી કેનાલમાં પાણી આપવાનું થશે બંધ, હવે ચોમાસા સુધી ડેમના પાણીનો ઉપયોગ પીવાના પાણી માટે કરાશે
● બોર્ડની તમામ શાળાઓના ધોરણ 3 થી 8માં ગુજરાતી ફરજિયાત, શિક્ષણમંત્રીની જાહેરાત, નવા શૈક્ષણિક વર્ષથી કડક અમલ
● સુરતની ગ્લોસ્ટાર કંપનીના કર્મચારી પાસેથી 15થી 20 કરોડના હીરા ભરેલીની બેગ લઈ લૂંટારુ ફરાર, લૂંટારું CCTVમાં કેદ
● દાહોદમાં ધોરણ 10નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ, સોમવારે પેપર થયું હતું લીક, જિલ્લા શિક્ષણાધિકારીએ શરૂ કરી તપાસ