● સિંચાઈ માટે નર્મદાનું પાણી બંધ કરાતા ખેડૂતો નારાજ, છોટાઉદેપુરમાં ખેડૂતોએ કેનાલની બકનળી કાપી દર્શાવ્યો વિરોધ
● CM વિજય રૂપાણી આજે વડોદરામાં, CM રૂપાણી આજે કોર્ટનું કરશે લોકાર્પણ, સાજે 5:30 વાગ્યે CM કોર્ટનું લોકાર્પણ કરશે
● TDP બાદ વધુ 2 પક્ષના મોદી સરકાર પર સવાલ, અકાલીદળ, LJPએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા, ચિરાગ પાસવાન દ્વારા ભાજપ સરકારને ચેતવણી, સાથી પક્ષોને સાથે રાખી નિર્ણય કરવા જોઈએઃ પાસવાન, સાથી પક્ષોની નારાજગીને દૂર કરવી જોઈએઃ પાસવાન
● અમદાવાદ : વિમાના નાણા મેળવવા યુવકનું કાવતરૂ, ભાઇનું મરણ પ્રમાણનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું, બજાજ એલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સના બ્રાંચ મેનેજરે નોંધાવી ફરિયાદ, 2014માં મરણ થયું હોવા છતાં 2016નું મરણ પ્રમાણપત્ર બતાવી આચરી છેતરપિંડી, એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
● અમદાવાદ : વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલમાં વાલીઓનો હોબાળો, ફી મામલે સંચાલકોનો વાલીઓએ કર્યો વિરોધ, ફી ન ભરતા વિદ્યાર્થીઓને બહાર બેસાડી રખાયા
● રાફેલ ડીલ પર @OfficeOfRG નો વધુ એક વાર, સેનાની નાણાંની અછત વચ્ચે રૂ.36 હજાર કરોડની ખાયકી, ટ્વીટ કરીને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો વાર, રાફેલની કિંમત અંગે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, સેનામાં આધુનિકીકરણની જરૂરિયાતઃ રાહુલ ગાંધી, રાહુલે ડસાલ્ટના રિપોર્ટને ટ્વીટમાં ટાંક્યો
● લાલુપ્રસાદના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, કેન્દ્ર પર CBIના દુરુપયોગનો લગાવ્યો આરોપ, રેલવે ટેન્ડર મામલામાં CBIએ લાલુને ફસાવ્યા: રાહુલ, રાહુલે ટ્વીટ કરીને મોદી સરકાર પર આરોપ લગાવ્યો, વિરોધી નેતાઓને હેરાન કરવા CBIનો ઉપયોગ: રાહુલ
● ભારતના GDP ગ્રોથમાં થશે વધારો, ભારતનો GDP ગ્રોથ વધતાં ચીન પાછળ છૂટશે, IMF દ્વારા આ અંગે આપવામાં આવ્યું નિવેદન, નોટબંધી, GST બાદ અર્થવ્યવસ્થા વધવી જોઈએ: IMF, થોડા સમયમાં GDP નબળો પડી શકે: IMF
● સેતુસમુદ્રમ માટે રામસેતુને નહીં તોડે સરકાર, દેશહિતને ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવશે, કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપાઈ બાહેંધરી, પહેલા નક્કી કરેલા એલાયમેન્ટનો વિકલ્પ શોધાશે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું સોગંદનામું
● 20 વર્ષ જૂના કોમર્શિયલ વાહન બનશે ભંગાર, વાહન કબાડ નીતિને PMOએ આપી સૈદ્ધાંતિક મંજૂરી, વાહન કબાડ નીતિ 1 એપ્રિલ 2020થી લાગુ પડશે, વાહન પ્રદૂષણને રોકવા માટે નીતિનું એલાન કરાયું, પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા કરાયું એલાન
● બ્રિટનમાં વિજય માલ્યા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ, પ્રત્યાર્પણ મુદ્દે બ્રિટિશ કોર્ટમાં થઈ સુનાવણી, ભારતીય બેન્કની કાર્યપ્રણાલી પર કોર્ટે સવાલ ઉઠાવ્યા, માલ્યાની એરલાઈનને લોન માટે બેન્કોએ નિયમ તોડ્યા, માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે 27 એપ્રિલે સુનાવણી થશે