● રાજ્યના અમુક જિલ્લાના વાતાવરણમાં પલટો, અમદાવાદના વાતાવરણમાં પલટો, પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા, એસ.જી. હાઈવે પર અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, પૂર્વ અમદાવાદ, એલિસબ્રિજ વિસ્તારમાં પણ છાંટા, રાજ્યના અન્ય ભાગમાં પણ વરસાદી છાંટા, ગાંધીનગરના માણસા સહિતના વિસ્તારોમાં છાંટા
● આજે 11 કલાકે થશે વિધાનસભાની કાર્યવાહી, પ્રથમ કલાકમાં થશે પ્રશ્નોત્તરી, બાદમાં મૂકાશે સમિતિ અને બોર્ડના વાર્ષિક અહેવાલો
● સંસદમાં આજે રજૂ થઈ શકે છે અવિશ્વાસની દરખાસ્ત, YSR કોંગ્રેસ, TDPની અવિશ્વાસની દરખાસ્ત રજૂ થશે, મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ, YSR કોંગ્રેસ, TDPના સાંસદ દ્વારા અપાઈ શકે રાજીનામું
● તાપી : સોનગઢના માંડળ સોમા ટોલપ્લાઝા પાસે અકસ્માત, રાજસ્થાનની બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો, ઉકાઈથી રામસીન જઈ રહી હતી બસ, બેકાબૂ બસની અડફેટે 12 બાઈકને નુકસાન, સવારે 5 વાગ્યે ટોલ પ્લાઝા પર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં બસ ડ્રાઈવરને સારવારઅર્થે ખસેડાયો
● રાહુલ ગાંધી પર કેન્દ્રીય મંત્રીઓનો હલ્લાબોલ, રાહુલ ગાંધીના ભાષણ પર સવાલ ઉઠાવાયા, અમિત શાહ, PM મોદી પર વારનો વિરોધ કરાયો, નિર્મલા સિતારમન, જાવડેકર દ્વારા વિરોધ કરાયો, હરસિમરતકૌર બાદલ દ્વારા પણ વિરોધ કરાયો
● 500-1000ની જૂની નોટ માટે RBIનો પ્લાન, જૂની નોટને ક્રશ કરીને બનાવવામાં આવશે બ્લોક, RTI એક્ટ અંતર્ગત RBI દ્વારા અપાઈ માહિતી
● અન્ના હજારે દ્વારા સરકાર પર સધાયું નિશાન, આરપારની લડાઈના મૂડમાં અન્ના હજારે, RTI એક્ટ નબળો થઈ રહ્યો છેઃ અન્ના, સત્તા અને નાણાંની રમત ચાલી રહી છેઃ અન્ના, 23 માર્ચે ખેડૂત સમર્થનમાં દિલ્હીમાં આંદોલનઃ અન્ના, ખેડૂતોની માગ મુદ્દે કરો યા મરો આંદોલનઃ અન્ના
● અયોધ્યા વિવાદ પર શંકરાચાર્ય સ્વરૂપાનંદનું નિવેદન, રામજન્મભૂમિ પર ક્યારેય નહોતી બાબરી, કારસેવકો દ્વારા મંદિરને તોડાયું, મસ્જિદ કહી શકાય તેવું કોઈ ચિન્હ નહોતું, બાબરનામા, આઈને અકબરીમાં પણ ઉલ્લેખ નહીં: શંકરાચાર્ય
● GSTના આંકડામાં જોવા મળી વિસંગતતા, શરૂઆતી રિટર્નથી મેળ નથી ખાતા 84% રિટર્નના આંકડા, 16% લોકોના આંકડા જ શરૂઆતી રિટર્ન સાથે મેચ થયા, રેવેન્યુ વિભાગને સંભવિત કરચોરી હોવાની આશંકા, કરચોરીની આશંકાએ વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું
● રાજ ઠાકરે દ્વારા PM મોદી પર કરાયા પ્રહાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર પર રાજ ઠાકરેના વાર, મોદીમુક્ત ભારતનો સમય આવી ગયો છે, નોટબંધીની તપાસ થતાં સૌથી મોટું કૌભાંડ મળશે, આઝાદી બાદનું સૌથી મોટું કૌભાંડ નોટબંધી
● રાજનૈતિક પાર્ટીના વિદેશી ફંડની હવે નહીં થાય તપાસ, લોકસભામાં ચર્ચા વિના પસાર કરી દેવાયું બિલ, 1976થી અત્યાર સુધીમાં મળેલા ફંડની તપાસ નહીં થાય, ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ 2010 પર સંશોધન કરાયું, આ એક્ટ વિદેશી કંપનીને પક્ષને ફંડ આપતાં રોકતો હતો