● ગુજરાત સહિત ભાજપ શાસિત 3 રાજ્યોમાં મોટાપાયે ગેરકાયદે રેતી ખનન, ગુજરાતમાં 53 ટકા ખનન વધ્યાનો કેન્દ્રનો રિપોર્ટ
● કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં કોઈ ફેરફાર નહીં,લોકસભામાં સરકારની સ્પષ્ટતા, અગાઉ 60થી વધારીને 62 વર્ષ કરવાની હતી વિચારણા
● અપેક્ષા કરતાં ઓછું બજેટ ફાળવાયાનો કેન્દ્રીય પ્રધાન સુભાષ ભામરેનો સ્વીકાર, સેના, વાયુસેના, નૌસેના માટે રૂપિયા 76 હજાર 765 કરોડનું બજેટ
● દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્માનને મોદી કેબિનેટની મંજૂરી, આગામી 2 વર્ષમાં કરાશે 10 હજાર 500 કરોડનો ખર્ચ
● ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી વિવાદમાં, આંબેડકર પર વિવાદિત ટ્વીટ કરવા બદલ હાર્દિક પંડ્યા વિરૂદ્ધ FIRનો આદેશ
● ફેસબૂક ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગે ભૂલનો કર્યો સ્વીકાર, કહ્યું- કેમ્બ્રિજ એનાલિટિકાએ કરેલી છેતરપિંડી માટે ફેસબૂક હજારો એપની કરશે તપાસ
● કુપવાડા એન્કાઉન્ટર: સેનાના 3 જવાનો અને બે પોલીસકર્મીઓ શહીદ, 5 આતંકવાદીઓનો ખાત્મો
● જુનાગઢ :જૂનાગઢ LCBએ કેશોદમા ક્રીકેટ મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સોની ધરપકડ કરી
● રાજકોટ : રાજકોટ મહાનગરપાલીકાના પાણીના વાલ્વ કૌભાંડનો મામલો, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આજીડેમ ચોકડી પાસેથી વિનુ મેરિયા અને નરેશ મેરિયા નામના કોન્ટ્રાકટરની કરી ધરપકડ.
● સુરત : ITના ટાર્ગેટમાં રૂ.650 કરોડનો વધારો, સુરત વિભાગનો નવો ટાર્ગેટ રૂ.4265 કરોડ, ટીડીએસ સાથેનો ટાર્ગેટ રૂ.7265 કરોડ, વર્ષ 2017-18નો છે નવો ટાર્ગેટ, અગાઉનો ટાર્ગેટ રૂ.3615 કરોડનો હતો, માર્ચ એન્ડિંગ પહેલા ટાર્ગેટ વધતા થશે વધુ કાર્યવાહી