ગરમી શરૂ થતા જ ત્વચા પર શ્યામ થઇ જાય છે. બહારના વાતાવરણની ધૂળ, માટી તેમજ ગરમીની અસર ત્વચા પર પડે છે. જેના કારણે શિયાળાના મુકાબલામાં ગરમીની ઋતુમાં બ્યુટી ટ્રીટમેન્ટ લેવાની વધારે જરૂરત પડે છે. પરંતુ ઓફિસ ગોઇંગ મહિલાઓ માટે વારંવાર પાર્લર જવું અને પોતાના માટે સમય નીકાળવો ખૂબ મુશ્કેલ થઇ ગયું છે. જેના માટે ઘરે ચોખાના લોટ અને મધથી બનાવવામાં આવેલ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર બને છે.
આ ફેસપેકના ફાયદા
– ચોખાના લોટામાં ફેરિલિક એસિડ, અમીનો, બેંજોઇક એસિડ,વિટામી સી સહિત કુદરતી ગુણો રહેલા છે. જે હાનિકારક યુ વી કિરણોથી બચાવ કરવાની સાથે-સાથે સારી સનસ્ક્રીનનું પણ કામ કરે છે. તે સિવાય ચોખાના લોટમાં ફેરિલિક એસિડ કુદરતી એન્ટી ઓક્સીડેન્ટ અને ઇંફ્લામેન્ટ્રીની રીતે કામ કરે છે.
– ચોખાના લોટમાં નાના-નાના દાણા ત્વચાથી ડેડ સ્કિન સેલને સહેલાઇથી સાફ કરવાનું કામ કરે છે. જેનાથી ત્વચા પહેલાથી વધારે સાફ અને જવાન દેખાવવા લાગે છે.
– મધમાં રહેલા બ્લીચિંગ એજેન્ટ ડાર્ક સ્પોટ, દાગ-ધબ્બા ઓછા કરીને ત્વચાને ઋતુના હિસાબથી કુદરતી રીતે મુલાયમ રાખવામાં મદદ કરે છે. આ બન્નેને મિક્સ કરીને તમે છિદ્રોથી છૂટકારો મેળવી શકો છો.
સામગ્રી
2-3 ચમચી – ચોખાનો લોટ
3 ચમચી – મધ
બનાવવાની રીત
એક બાઉલમાં ચોખાના લોટ અને મધને મિક્સ કરીને પેક તૈયાર કરી લો. તમે ઇચ્છો ચો આ મિશ્રણને થોડૂક પાતળું કરવા માટે થોડૂક ગુલાબ જળ પણ મિક્સ કરી શકો છો. હવે પહેલા ચહેરો બરાબર ધોઇ લો. આ પેકને ચહેરા પર 15 મિનિટ માટે લગાવી રાખો. તે બાદ તેને હાથથી મદદ 2 મિનિટ સુધી રગડીને સ્ક્રબ કરો. હવે હળવા નવશેકા પાણીમાં રૂ (કોટન)ને પલાળીને ચહેરાને બરાબર સાફ કરો અને પાણીથી ચહેરાને બરાબર ધોઇ લો. તે બાદ લાઇટ મોઇશ્ચાઇઝર લગાવી લો. આ ઉપાય તમે અઠવાડિયામાં 1 કે 2 વખત કરી શકો છો.