● હવે 30 એપ્રિલ સુધી લગાવી શકાશે હાઈસિક્યોરિટી નંબર પ્લેટ, રાજ્ય સરકારે એક મહિનાની મુદ્દત વધારી
● PNB કૌભાંડ બાદ સામે આવ્યાં 7 નવાં કૌભાંડ : 7 કૌભાંડમાં બેન્કોને રૂ.23 હજાર કરોડનો ચૂનો લાગ્યો : નીરવ મોદી દ્વારા રૂ.13 હજાર કરોડનું આચરાયું કૌભાંડ
● દેશમાં વધુ એક બેન્ક કૌભાંડ આવ્યું સામે, બેન્ક સાથે રૂ.445.32 કરોડની છેતરપિંડીની ફરિયાદ , કિસાન ક્રિડેટ કાર્ડ અને મત્સ્ય ખેતી લોન લઈ કૌભાંડ , 2009 થી 2012 દરમિયાન લીધી હતી લોન, લેણાની રકમ રૂ.445.32 કરોડ સુધી પહોંચવાની આશંકા. IDBI બેન્કના પૂર્વ મેનેજર સહિત 30 સામે ફરિયાદ
● અમદાવાદ : રૂ.98 લાખની લૂંટ કેસનો મામલો, સુધીર યાદવ, મુકેશ યાદવ અને વિનિપ યાદવ સામે વધુ એક ફરિયાદ, રાણીપ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાપુર પીઆઇ એમ.એમ.જાડેજાએ નોંધાવી ફરિયાદ, પોલીસના ખોટા સિક્કા બનાવી ખોટું પોલીસ વેરિફિકેશન બનાવી છેતરપિંડી આચરી, ખોટા દસ્તાવેજોના આધારે સિક્યોરિટી કંપનીમાં નોકરી મેળવી હતી, વસ્ત્રાપુરના રિમાન્ડ પૂરા થયા બાદ રાણીપ પોલીસ આરોપીઓની ધરપકડ કરશે
● એડવાન્સ ટેક્સ ભરવામાં ગુજરાત મોખરે : ગુજરાતમાં 21,790 કરોડ એડવાન્સ ટેક્સ ચુકવાયો, ગુજરાત ITને રૂ.47,440 કરોડનો અપાયો હતો ટાર્ગેટ, IT વિભાગનો 43,500નો ટાર્ગેટ થયો સિદ્ધ, 10 દિવસમાં 3940 કરોડનો વધુ ટેક્સ આવવાની શક્યતા, ચાલુ વર્ષે 13,63,956 કરદાતા વધ્યા
● 2017-18ના અંતે 15,239 સરકારી કર્મચારી થશે નિવૃત્ત, નિવૃત્ત કર્મચારીની સંખ્યા વધી 4,38,258 થશે, ગુજરાત સરકાર દ્વારા રૂ.12,923 કરોડની જોગવાઈ કરાઈ, કર્મચારીઓને પેન્શન સહિતના લાભ આપવા જોગવાઈ કરાઈ, પેન્શનર્સને વાર્ષિક સરેરાશ રૂ.2.95 લાખ ચૂકવાશે
● અયોધ્યા કેસમાં 6 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે, સુપ્રીમ કોર્ટમાં 6 એપ્રિલે હાથ ધરાશે સુનાવણી
● હવેથી બેનામી અરજીની પોલીસ તપાસ નહીં થાય , બેનામી અરજીથી થતી કનડગતનો આવશે અંત, નામ વગરની અરજીઓ ફાઈલ થઈ જશે, રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાનો આદેશ, DGP કચેરી દ્વારા કરવામાં આવ્યો પરિપત્ર
● લાલુપ્રસાદ યાદવની સજા પર આજે ચુકાદો આવશે, ચારાકૌભાંડના ચોથા કેસમાં સજા સંભળાવાશે, રાંચી CBI સ્પેશિયલ કોર્ટમાં 10 વાગ્યે આવશે ચુકાદો
● અમદાવાદ : શહેરમાં આજે હેરિટેજ યાત્રા નીકળશે, વિદેશી પ્રવાસીઓને હેરિટેજ વોક કરાવાશે, જુદાજુદા સ્થળો પર વિદેશી સહેલાણીઓને લઈ જવાશે, ઈલેક્ટ્રિક રિક્ષામાં અમદાવાદ દર્શન કરાવાશે