રાજ્ય સરકારે ખાનગી શાળાઓ માટે ફી નિયમન કાયદો ઘડ્યા બાદ શાળા સંચાલકો સરકારના આદેશને માનતા નથી. બીજીબાજુ સરકારની દહીં-દૂધમાં પગ રાખવાની નીતિરીતિથી વાલીઓમાં આક્રોશ ઊભો થયો છે, ત્યારે વિજ્ય રૂપાણીએ શાળાઓએ કેટલી ફી લેવી તે સરકાર જ નક્કી કરશે. દરમિયાન શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભામાં સ્પષ્ટતા કરી હતી કે, ફી નિયમન મામલે સરકાર વાલીઓના હીતમાં લડી રહી છે. બધા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા બંધાયેલા છીએ ત્યાં સુધી ધીરજ રાખવી પડશે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલોના સંચાલકોની દાદાગીરી સામે આવી રહી છે. ફી નિયંત્રણ કમિટી અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. કે ફી નિયંત્રણ કાયદામાં કોર્ટના કારણે મોડું થયું છે. શાળાઓએ કેટલી ફી લેવી એ સરકાર નક્કી કરશે. શાળાઓ અત્યારે જે ફી લેશે તે પ્રોવિઝનલ ફી હશે. સંચાલકોએ જે વધારાની ફી લીધી હશે તે સરકાર પરત અપાવશે. હમણા વાલીઓ થોડી ધીરજ રાખે. રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રોવિઝનલ ફી નક્કી કરાઈ નથી. જ્યારે ફી નિયમન મુદ્દે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફી નિયમન માટે રાજ્ય સરકાર વાલીઓ માટે અને વાલીઓના હિતમાં કાનૂની લડત લડી રહી છે. બધા સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવા બંધાયેલા છીએ અને સુપ્રીમ કોર્ટના આખરી આદેશ સુધી ધીરજ રાખવી જોઈએ. વિપક્ષના સભ્ય પૂજાભાઈ વંશ દ્વારા ઘાટલોડિયાની આઈડીપી સ્કૂલમાં ફી મુદ્દે બાળકોને પરીક્ષામાંથી બાકાત રાખવા મામલે પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં રાજ્યના શિક્ષણપ્રધાને ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફી નિયમન સંબંધે આખરી આદેશ ન આવે ત્યાં સુધી શાળાઓ કામચલાઉ ધોરણે ફીનું માળખું જાહેર કરી શકશે, પરંતુ કામચલાઉ ફી કરતાં વધુ ફી વસૂલ કરી શકશે નહીં. નિયત કરેલી ફી કરતા કોઈ શાળાએ વધારે ફી લીધી હશે તો આવી શાળાઓએ વાલીઓને વધારાની ફી સરભર કરી દેવાની રહેશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા આખરી આદેશ ન આવે ત્યાં સુધી બધાએ ધીરજ રાખવી. કેટલાક તત્ત્વો દ્વારા આ મુદ્દે ગેરસમજ ફેલાવવામાં આવે છે.