● પોરબંદરના માધવપુર ઘેડના મેળાનો આજે ત્રીજો દિવસ : મુખ્યપ્રધાન રૂપાણી સહિતના દિગ્ગજો આપશે હાજરી
● સસ્પેન્શન મુદ્દે અમરિશ ડેર અને બળદેવજી ઠાકોરની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણીની શક્યતા, તો પ્રતાપ દુધાત આજે કરશે અરજી
● ફી નિયમન પર આજે વિધાનસભામાં નિવેદન આપશે શિક્ષણમંત્રી, મુખ્યપ્રધાને વાલીઓને ધીરજ રાખવા આપી હૈયાધારણાં
● આકાશમાંથી વરસી આગ : પોરબંદરમાં 42.5, સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન, આજે પણ તાપમાનનો પારો ઉંચે ચઢશે
● રાજકોટ: લુખ્ખા તત્વો નો આતંક આવ્યો સામે : હનુમાન મઢી ચોક ખાતે નશા ની હાલતમાં એક યુવાન એ મચાવ્યો આતંક : યુવાન ને પકડવા પહોંચેલ પોલીસ પર પણ યુવાને કરી હાથાપાઈ : પોલીસની પીસીઆર વાન માં સવાર જવાન નું ટીશર્ટ પણ ફાડી નાખવામાં આવ્યું
● ડીસાના નાયબ કલેક્ટર વી.કે ઉપાધ્યાય લાંચ માગતા રંગે હાથ ઝડપાવવાનો મામલો, રેતીની હેરાફેરી માટે મહિને રૂ.2.50 લાખનો માગ્યો હતો હપ્તો, ફરિયાદી નું જે.સી.બી. અને ડમ્પર છોડવાના પણ માગ્યા હતા નાણાં
● સરકારનું નવું પ્લાનિંગ, 80 KM થી વધુ ઝડપે કાર દોડશે તો વાગશે એલાર્મ, સતત વધતા જતા રોડ અકસ્માત અને લોકોના જીવ ગુમાવવા બાદ સરકાર નવા ટ્રાફિક નિયમ લાગવાની તૈયારી કરી રહી છે.
● અમદાવાદ : નરોડા-દહેગામ રોડ પર હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ, લીફ્ટ આપી ત્રણ શખ્સોએ યુવકને હથિયાર બતાવી કર્યો લૂંટવાનો પ્રયાસ, યુવક ભાગીને લોકો વચ્ચે પહોંચ્યો, લોકોએ ત્રણ પૈકી એક શખ્સને ઝડપી પાડ્યો, બે આરોપી હજી ફરાર, પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
● ગાંધીનગર : સ્પીકર સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો, આજે દરખાસ્ત પાછી ખેંચાવાની જાહેરાતની સંભાવના, સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા તૈયાર, ધારાસભ્યોના સસ્પેન્શન અંગે પણ થઈ શકે મહત્વનો નિર્ણય, આજે 10:30 વાગ્યે મળનારી બેઠક પર સૌ કોઈની નજર
● ગીરસોમનાથ : જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને જાનથી મારી નાખવાની ઘમકી, જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના આગેવાન હીરા જોટવા દ્વારા અપાઇ ઘમકી, મનરેગા યોજનામાં ફસાયેલા રૂ.૪ કરોડની રકમને લઇ આપી ઘમકી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
● વડોદરા : મોડી રાત્રે યુવકની થઈ હત્યા, વિક્કી કનોજીયા નામના યુવકની થઈ હત્યા , ગાજરાવાડી ગોમતીપુરામાં હત્યાની બની ઘટના , ઝઘડાની અદાવત રાખી તલવારના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો , કુખ્યાત રાજુ પવાર, તેના બે પુત્રો અને તેની બહેનના દીકરા પર હત્યાનો આરોપ, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
● આજે વિશ્વ રંગભૂમિ દિવસ : સુરતમાં સતત 24 કલાક નાટક ભજવી અનોખી ઉજવણી