જો ઘરમાં ઉધઇ થઇ જાય તો તે મોંઘામાં ફર્નીચરને પણ ચપટીમાં બરબાદ કરી દે છે. એવામાં તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઇ જાય છે. પરંતુ કેટલાક સહેલા ઘરેલુ નુસખા છે જેનો ઉપયોગ કરીને તમે ઉધઇથી છૂટકારો મેળવી શકો છો.
• જે ફર્નીચરમાં ઉધઇ લાગી ગઇ છે તેને ત્રણથી ચાર દિવસ માટે તડકામાં મૂકી દો. તડકો ઉધઇનો સૌથી મોટો દુશ્મન છે. તડકામાં ફર્નીચર મૂકવાથી ઉધઇ દૂર થાય છે.
• કોઇ ભીના લાકડાના બોક્સને તે ફર્નીચરની પાસે મૂકી દો જે ફર્નીચરમાં ઉધઇ લાગી ગઇ હોય. આમ કરવાથી ઉધઇ ભીના લાકડાની સુગંધથી તમે જતી રહેશે. તે બાદ ભીના લાકડા વાળા બોક્સને ત્યાંથી દૂર કરીને સળગાવી દો. જેથી ઉધઇથી રાહત મળશે.
• ઉધઇને દૂર કરવા માટે લીમડાનું તેલ પણ એક સહેલો ઉપાય છે. આ વાત અલગ છે કે તેનાથી કામ ધીમે-ધીમે કરે છે. પરંતુ સતત તેનો પ્રયોગ કરવાથી ઉધઇની સમસ્યા ઓછી થઇ જાય છે.
• સાબુના પાણીથી પણ ઉધઇ દૂર ભાગે છે. રોજ 4 કપ પાણીમાં સાબુની ફીણ કરી તેનું પાણી બનાવો. આ પાણીને રોજ ફર્નિચર પર છાંટો. આ કાર્ય ત્યાં સુધી કરો કે જ્યાં સુધી તમને ફરક નજરે ન પડે. સાબુના પાણીથી ઉધઇ ઝડપથી દૂર થશે.
• તે સિવાય સફેદ વિનેગર પણ ઉધઇને દૂર ભગાડવામાં ફાયદાકારક છે. સફેદ વિનેગરને ઉધઇ થયેલી જગ્યા કે ફર્નિચર પર વિનેગર છાંટવાથી ઉધઇથી રાહત મળે છે.
• મીઠાનો ઉપયોગ સ્વાદ વધારવાની સાથે ઉધઇ દૂર કરવા માટે પણ થાય છે. પાણીમાં મીઠું ઉમેરીને તે પાણી છાંટવાથી ઉધઇનો નાશ થાય છે.