૧૯૪૭ની ૧૪ ઓગસ્ટે જયાંથી આઝાદીની ઘોષણા થઇ હતી તેજ સંસદના સેન્ટ્રલ હોલમાં ૩૦ જુના રાત્રિના ૧ર કલાકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બટન દબાવીને જીએસટીનો અમલ શરૂ કરી પ૦૦ જાતના ટેકસમાંથી પ્રજાને આઝાદી આપી અને ભારતના નવ નિર્માણમાં ઐતિહાસિક પૃષ્ટનો ઉમેરો થયો તે સાથે જ સરદાર પટેલ જે રીતે દેશનું એકીકરણ કરી નવો ઇતિહાસ રચ્યો હતો જે જીએસટી પણ આર્થિક એકીકરણ કામ કરશે તેવી શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ વ્યકત કરી.
સંસદના સેન્ટ્રલ હોલમાં તાતા સહિતના ૧૦૦૦થી વધુ ઉદ્યોગપતિઓને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહયુ કે કેવો સંયોગ રચાયો છે. ગીતાના ૧૮ અધ્યાય હતા અને જીએસટીની ૧૮ બેઠકો બાદ આજે જીએસટીની શરૂઆત થઇ છે. આ સાથે જીએસટી લાગુ કરવાનારો ભારત ૧૬૧મો દેશ બન્યો છે અને સંસદના સેન્ટ્રલ હોલમાં ૭૧ વર્ષ પહેલા આઝાદ ભારતને પોતાનું પહેલુ ડગ માંડતા જોયુ હતું આજે આજે હોલમાં મધ્યરાત્રીએ વડાપ્રધાન નહેરૂએ આઝાદીનું આઝાદીનું પહેલું ભાષણ આપ્યું હતું તેજ જગ્યાએથી નરેન્દ્ર મોદીએ પ્રજાને ટેકસોથી આઝાદી આપતુ ભાષણ કરીને ૧ દેશ, ૧ ટેકસ, ૧ બજાર એટલે કે જીએસટીનો અમલ કરાવ્યો છે.
વડાપ્રધાને કહયુ હવે પ્રજાને પ૦૦ પ્રકારના ટેકસથી છુટકારા સાથે ઇન્સ્પેકટર રાજ ખતમ થયું છે અને આર્થિક એકીકરણનું સ્વપ્ન સાકાર થયું છે. આ સિદ્ધિ એકપક્ષની નહીં બધાનો સંયુકત વારસો છેઅને આર્થિક આઝાદીની આ ઘડીના ૧રપ કરોડ ભારતીય સાક્ષી બન્યા છે.
જીએસટી લાગુ થવાથી આખુ ભારત એક માર્કેટ બન્યું છે. અને આની સાઇઝ યુરોપીયન યુનિયનથી બમણી છે. ઇયુની વસતી ૫૦.૬ કરોડ છે. ઇયુમાં ૨૮ દેશ સામેલ છે. પરંતુ આપણે ત્યાં ૩૬ રાજય અને કેન્દ્રશાસીત પ્રદેશ સામેલ છે. હવે દુનિયાની ૯૦ ટકા વસતી જીએસટીના દાયરામાં આવી ગઇ છે ભારતની આઝાદી પછીની આ ઐતિહાસિક સિદ્ધિ છે.
જીએસટીથી ટેક્ષ ટેરરીઝમમાંથી છુટકારો : શ્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે જીએસટીનો અમલ શરૂ થયો છે તે ભારતના આર્થિક વિકાસનું આર્થિક સુધારાનું સ્તુત્યકદમ છે દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જીએસટીનો અમલ કરાવીને દેશને નવી ઉંચાઇએ પ્રસ્થાપિત કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી ૨૮ પ્રકારના ટેક્ષ હતા એ અર્થમાં લોકોએ ટેક્ષ ટેરરીઝમ કડવો અનુભવ થતો હતો જયારે જીએસટીના અમલથી કર માળખાની સમગ્ર પ્રક્રિયામાં સરળીકરણ આવશે. સાથો સાથ બધી જ વસ્તુની કિંમતોમાં સામ્યતા આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
જીએસટી સામે ચાલતા અપપ્રચાર બાબતે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ કાયદાથી દેશ અને સામાન્ય વર્ગને ફાયદો થવાનો છે. આ બાબતેને સૌ સામે લઇ જવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બે વર્ષ સતત મહેનત પછી ૨૮ જેટલા કર ને સંકલિત કરી વેપારી-ઉદ્યોગ તેમજ સામાન્ય કરદાતાને તકલીફ ન પડે તેવા કરમાળખાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સમજવામાં પણ સરળ છે.
આમ છતાં જીએસટી કાયદાના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજય સરકારના અધિકારીઓએ સાથે મળી જે આયોજન કર્યું છે તેનાથી આવનાર દિવસોમાં વેપાર-ઉદ્યોગ તેમજ સામાન્ય વર્ગને સીધો ફાયદો મળશે.