મોર્ડન લાઇફસ્ટાઇલમાં દરેક લોકો પરફ્યૂમનો ઉપયોગ કરે છે. પરતુ ખાસ કરીને લોકોની ફરિયાદ રહે છે કે થોડાક કલાકોમાંજ તેની સુગંધ ખતમ થઇ જાય છે. જેના કારણે કેટલાક લોકો તેમની પર વધારે પ્રમાણમાં પરફ્યૂમ છાંટી દે છે. જે લાંબા સમય સુધી તેની સુગંધ યથાવત રહે છે, જે ખોટું છે. આજે અમે તમને પરફ્યૂમ સુંગંધને લાંબા સમય સુધી યથાવત રાખવાની સહેવી ટિપ્સ જણાવીશું.
કાંડુ અને ગરદન
પરફ્યૂમની સુંગંધને લાંબા સમય સુધી યથાવત રાખવા માટે તેને કાંડા કે ગરદન પર લગાવો. કાંડા પર પરફ્યૂમ લગાવ્યા બાદ તેને બીજા કાંડા પર ન રગડો તેનાથી પરફ્યૂમની સુગંધ ઓછી થઇ જશે અને તેની અસર ઓછી થઇ જશે.
કપડા પર તેનો ઉપયોગ ન કરો
ભૂલથી પણ પરફ્યૂમનો ઉપયોગ કપડા પર ન કરવો જોઇએ. તેનાથી કપડાનું ફેબ્રીક ખરાબ થઇ શકે છે અને સાથે તેની અસર થોડાક સમય માટે જ રહે છે.
ક્વોલિટીનું ધ્યાન રાખો
ખાસ કરીને લોકો પરફ્યૂમ ખરીદતા સમયે બોટલથી તેની સુગંધ ચેક કરે છે. પરંતુ પરફ્યૂમને તમારી ત્વચા પર લગાવીને જોવો. જેથી માલૂમ પડે કે તેનાથી કોઇ આડ અસર થતી નથી. માટે હંમેશા સારી ક્વોલિટીનું પરફ્યૂમ પસંદ કરીને ખરીદો.
મોઇશ્ચાઇઝર
ડ્રાય સ્કિન પર સુગંધ વધારે સમય સુધી રહેતી નથી. જેના માટે ત્વચા પર મોઇશ્ચાઇજર લગાવ્યા બાદ જ પરફ્યૂમનો ઉપયોગ કરવો જોઇએ.
ભીની જગ્યા પર ન રાખો પરફ્યૂમ
પરફ્યૂમને ભૂલથી પણ ભીની જગ્યા પર ન મૂકવું જોઇએ. આમ કરવાથી તેની સુગંધ ઓછી થઇ જાય છે.