ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ કેરી બજારમાં આવવા લાગે છે. તો લોકો કેરીથી અવનવી વાનગીઓ બનાવે છે. કેરીના અવનવા અથાણા બનાવે છે. તો આજે અમે તમારા માટે કેરીની ચટણીની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તેમજ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.
સામગ્રી
500 ગ્રામ – કાચી કેરી
500 ગ્રામ – ખાંડ
50 ગ્રામ – લસણ
50 ગ્રામ – આદું
25 ગ્રામ – કિશમિશ
40 ગ્રામ – લાલ મરચું
1/2 બાઉલ – વિનેગર
બનાવવાની રીત
સૌ પ્રથમ કેરીની છાલ નીકાળીને તેને પાતળી ચીરીમાં કટ કરી લો. તે બાદ કેરી, લસણ, આદુ, કિશમિશ, ખાંડ મિક્સ કરીને દરેક સામગ્રીમાં વિનેગર ઉમેરીને મિક્સરમાં પીસી લો. હવે તેમા લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ દરેક સામગ્રીને એક વાસણમાં નીકાળીને ગેસની આંચ પર ગરમ કરો. હવે તેમા વિનેગર ઉમેરીને ચઢવા દો. ચટણી ઘટ્ટ થઇ જાય તો તેને ઉતારી લો. આ ચટણીને ઠંડી કરીને કાચના બરણીમાં ભરી લો. તૈયાર છે ગાર્લિક મેંગો ચટણી.. જેને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો.