ચહેરાની સુંદરતા વઘારવામાં આઇબ્રોનું ખાસ મહત્વ છે. જો તમારી આઇબ્રો બિલકુલ પાતળી છે તો ચહેરાનું લુક અજીબ લાગવા લાગે છે.કેટલીક યુવતીઓ ભરાવદાર આઇબ્રો માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેની પછી કોઇ ખાસ અસર થતી નથી. જો તમે આઇબ્રોની ગ્રોથ વધારવા માંગો છો તો તમે કેટલાક ઘરેલું ઉપાયનો પણ સહારો લઇ શકો છો. જેના ઉપયોગથી તમે સુંદરતામાં વધારો કરી શકો છો
દૂઘ ફાયદાકારક
દૂધમાં એવા પ્રોટીન અને વિટામિન્સ રહેલા છે જે વાળને ભરાવદાર કરવા માટે ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરવા માટે કોટન (રૂ)ને દૂધમાં પલાળીને રાત્રે સૂતા પહેલા આઇબ્રોની આસપાસ લગાવી દો.
નારિયેળ તેલ
વાળ માટે નારિયેળ તેલના લાભદાયી માનવામાં આવે છે. તેને લગાવવાથી આઇબ્રો ભરાવદાર થશે અને તેનો શેપ પણ સારો લાગશે. રાત્રે સૂતા પહેલા આ તેલથી મસાજ કરો અને સવારે ઉઠીને ચહેરાને ધોઇ લો. તેને લગાવવાથી આંખ નીચેના ડાર્ક સર્કલ અને કરચલીઓથી પણ છૂટકારો મળે છે.
ડુંગળીનો રસ
ભરાવદાર આઇબ્રો માટે ડુંગળીના રસનો પણ ઉપયોગ કરી શકો છો. ડુંગળીના રસને આઇબ્રો પર લગાવવાથી બ્લડ સર્કુલેશન વધી જાય છે અને નવા વાળ આવવા લાગે છે જેથી આઇબ્રો સુંદર લાગે છે.
એલોવેરા
એલોવેરા ત્વચા સંબંધી સમસ્યાઓથી છૂટકારો અપાવવા સિવાય આઇબ્રોના ગ્રોથને વધારવા માટે પણ મદદરૂપ છે. તે વાળને ન્યુટ્રિશન આપવાની સાથે ડેમેજ વાળને પણ સરખા કરે છે. આઇબ્રોના વાળને ભરાવદાર કરવા માટે તેનો સતત ઉપયોગ કરવો જોઇએ.