● ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની જવાબદારી હવે અમિત ચાવડાના શિરે, મોડી રાત્રે દિલ્હીથી અમદાવાદ આગમન
● ધારાસભ્યોના સસ્પેન્શન અને અવિશ્વાસ દરખાસ્ત પર સમાધાન, આજે સત્રનો અંતિમ દિવસ, કેગનો રિપોર્ટ થશે રજૂ
● અમદાવાદ-વડોદરાની 18થી વધુ હોટલમાં સ્ટેટ GSTના દરોડા, GSTનાં અમલ બાદથી ભરપાઈ ન થઈ હોવાની માહિતીના આધારે કાર્યવાહી
● ગુજરાતમાં આગઝરતી ગરમી, હિટવેવની આગાહી, રાજકોટમાં યલો એલર્ટ સામે તંત્ર સજ્જ
● ગુજરાત બાર કાઉન્સીલની આજે ચૂંટણી, ભદ્ર વિસ્તારની ગુજરાતમાં કલબમાં ચૂંટણી , અમદાવાદના કુલ 12,000 વકીલો કરશે મતદાન , બાર કાઉન્સીલની ચૂંટણી કુલ 99 ઉમેદવારો મેદાનમાં , 25 હોદ્દેદારો માટે યોજાશે ચૂંટણી , 7 એપ્રિલે મતગણતરી યોજાશે
● માધવપુર ઘેડના મેળાનો આજે ચોથો દિવસ, ભગવાન માધવરાય અને રાણી રૂક્ષ્મણિના આજે થશે વિવાહ
● અમદાવાદ : રખિયાલ પોલીસ સ્ટેશન પાસે આગનો બનાવ, બે વાહનોમાં લાગી આગ, કાર અને ટ્રકમાં લાગી આગ. આગ લાગવાનું કારણ અકબંધ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કોઇ જાનહાની નહિ
● સુરત : મનપા લેશે રૂ.100 કરોડની બેંક લોન, આર્થિક ભીંસ વધતા લોન લેવાની સ્થિતિ, આજે સામાન્ય સભામાં મંજૂરીની લાગશે મહોર , સ્થાયી સમિતિએ આપી છે દરખાસ્તને મંજુરી, મનપાની આવક ઘટતાં અને ખર્ચ વધતા મુશ્કેલી વધી, કોંગ્રેસ આ મુદ્દે હોબાળો કરે તેવી શક્યતા
● ગાંધીનગર : બેંકો સાથે રૂપિયા 5 કરોડથી વધુની છેતરપિંડી કરનાર શખ્સો સામે નોંધાઇ ફરિયાદ : ગાંધીનગર સેકટર 21 પોલીસ મથકમાં દેના બેન્ક દ્વારા પૂર્વ પોલીસ કર્મચારી નિર્ભયસિંહ રાવ તથા ભગીરથસિંહ રાવ અને સમીરનાથસિંહ રાવ નામના ત્રણ સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ