● આંધ્ર પ્રદેશમાં રામનવમીની ઉજવણી દરમિયાન મોટી દુર્ઘટના, 4ના મોત 70 ઘાયલ, CM પણ હતાં હાજર
● સુરત : બાઉન્સરો સાથે વેરાની વસુલાત, ખોલવાડ ગામના સરપંચ હાઉન તેલી બન્યા દબંગ, પોલીસ અને બાઉન્સસૅને સાથે રાખી વેરો વસુલવા નીકળ્યા, સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા માટે બાઉન્સરો રાખ્યા, અત્યાર સુધીમાં 2.50 કરોડના વેરાની કરી વસુલાત : એક જ દિવસમાં 25 લાખના વેરાની વસુલાત કરી, વેરો નહીં ભરતા યુનિટોને સીલ મારવામાં આવ્યું
● સુરેન્દ્રનગર દુધરેજ નગર પાલિકા દ્વારા યેલ્લો એલર્ટ જાહેર કરાયું, ગરમીનો પારો 43 ડીગ્રીએ પહોંચતા જાહેર કરાયું
● મોરબી: રફાળેશ્વર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ, દસ શખ્સોએ ટ્રકના ડ્રાઇવરને મારમારીને ટ્રાન્સપોર્ટરનું કર્યુ અપહરણ, નશાખોર શખ્સોએ છરી બતાવીને ટ્રાન્સપોર્ટને આપી હતી મારી નાખવાની ધમકી, ટ્રક અને ડસ્ટર કારમાં નશાખોર શખ્સોએ કરી હતી તોડફોડ
● અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર ફરી એક વાર મોટી રેડ, 6 ટીમ મળી 300 જેટલા પોલીસ કર્મી કર્યું ચેકિંગ, 4 જેટલા દેશી દારૂના અડ્ડા મળી આવ્યા
● હનુમાન જયંતિ નિમિત્તે ભકિતના રંગમાં, સવારથી હનુમાન મંદિરમાં ભક્તોની ભારેભીડ, હનુમાન જયંતિ નિમિત્તે રથયાત્રા, બાઈકયાત્રાનું થશે આયોજન, ઠેર ઠેર મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, સંતવાણી સહિતના આયોજનો
● રાજકોટ ફાયર વિભાગની સેફ્ટીને લઈને કાર્યવાહી, ફાયરસેફ્ટીના સાધનોના અભાવે મિલ્કત ધારકોને ફટકારી નોટિસ, 300 જેટલા મિલ્કત ધારકોને ફાયર વિભાગની નોટિસ, 10 દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેવા સુચના
● બનાસકાંઠા : થરાદ સાંચોર હાઈવે પર હિટ એન્ડ રન, પગપાળા ચાલીને દર્શન કરવા માટે આવતા યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા યુવાનનુ ઘટના સ્થળે મોત.
● જૂનાગઢ : વાડલા ફાટક નજીક કાર નાળામા ખાબકતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.
● પાટણ : શેરપુરા ગામની સીમમાં ખેતરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા, તિક્ષ્ણ હથિયાર વડે પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા , પ્રેમિકાની હત્યા કરી પ્રેમી ફરાર
● બોટાદ : રાણપુરમાં યુવતીની છેડતી બાબતે 2 જુથો વચ્ચે અથડામણ, ૪ લોકો ઇજાગ્રસ્ત