● એટ્રોસિટી એક્ટ મુદ્દે આજે દલિતોનું ભારતબંધનું એલાન, સરકાર કરશે પુનર્વિચાર અરજી તો મેવાણી કરશે અમદાવાદમાં ધરણાં
● SC/ST એક્ટમાં બદલાવના વિરુદ્ધ ભારત બંધ, બિહાર-ઓડીશામાં ટ્રેનોને રોકી દેવાઈ
● તાપી : સમગ્ર દેશમાં એટ્રોસિટી નાબૂદી વિરોધનો મામલો, તાપી જિલ્લામાં SC, ST, OBCને સમર્થન, વ્યારા-સોનગઢ બંધના એલાન સાથે સ્વયંભૂ દુકાનો બંધ, બજાર બંધ રહેતા ચીજ વસ્તુઓ માટે પ્રજા અવઢવમાં
● અમદાવાદ : ડોક્ટર્સની હડતાળનો મામલો, વીએસ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ એકત્ર થયા, ગુજરાતના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ, કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશનના વિરુદ્ધમાં હડતાળ
● અમદાવાદ : 1985માં ખાડીયામાં પોલીસકર્મીની હત્યાનો મામલો, 8 શખ્સોને સેશન્સ કોર્ટમાં આજે હાજર રહેવા અપાયો આદેશ, હત્યાના આરોપસર ભાજપના નેતા અશોક ભટ્ટ,હરીન પાઠક,મયુર દવે,કિરણ શાહ સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ હતી, પૂર્વ મંત્રી અશોક ભટ્ટનું મોત નિપજતા તેમની સામેનો કેસ એબેટ કરાયો છે
● સુરત : વેસ્ટેજના ગોડાઉનમાં લાગેલી આગ કાબુમાં, વંદના મિલન કમ્પાઉન્ડમાં લાગી હતી આગ, 9 ફાયર ફાયટરોએ આગને લીધી કાબૂમાં, આગ લાગવાનું કારણ હજી અંકબંધ
● અમદાવાદ : AMTS બસ પર પથ્થરમારો, પથ્થરમારો કરીને બસને આગ ચાંપી , વેજલપુર બૂટભવાની મંદિર પાસેનો બનાવ, રવિવારે મોડી રાત્રે બની ઘટના, ઘટનાને અંજામ આપનાર શખ્સો બાઇક પર આવ્યાં હતાં, પોલીસે વધુ તપાસ હાથ ધરી
● પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે 10 રૂપિયાથી વધુનો વધારો, ક્રૂડ ઓઈલના ભાવ આસમાને
● એપ્રિલનો પ્રારંભ થતાં જ વધ્યો તાપમાનનો પારો, અમદાવાદ સહિતના મહાનગરોમાં ઉકળાટ, તડકામાં ન નીકળવા તંત્રની સલાહ
● વલસાડના નામધા ગામના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબવાથી મોત, ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા
● મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરના વિરોધમાં કૉંગ્રેસના કોર્પોરેટરો, આજે અમદાવાદનાં ગાંધીઆશ્રમમાં કરશે ધરણાં, ધાનાણી આપશે હાજરી
● દમણના બારમાં ઘૂસી બે વ્યક્તિઓની હત્યા, અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, હત્યારા ફરાર
● મોરબી સિરામિક એસો.ના પ્રમુખ બદલાયા, વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ પદે મુકેશભાઇ ઉઘરેજાની વરણી, છેલ્લા ઘણા વર્ષોથી કે.જી.કુંડારીયા હતા વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ, વોલ અને ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પણ બદલાશે તેવા સંકેત, આંતરીક વિરોધ બહાર આવે તે પહેલા પરિવર્તનનો નિર્ણય