આજકાલ છોકરાઓ પણ સલુનમાં જઇને અનેક પ્રકારના હેર કટ કરાવતા હોય છે. આમ, જો તમે હાલના ટ્રેન્ડ મુજબ હેર કટ કરાવવા ઇચ્છો છો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
સિઝર કટ
મોટા ભાગે વકાલત, થિયેટર વગેરેમાં પોપ્યુલર.
કારણ
ખૂબ સેન્સિટિવ અને કોન્ફિડન્સવાળી આ કટ પર્ફેક્શનપ્રિય પુરુષો માટે પર્ફેક્ટ છે. તમારો લુક જ કહી દે છે કે તમારી પાસે સવારના પહોરમાં વાળ ઓળવા સિવાય બીજાં ઘણાં કામો છે, પણ તોય તમને તમારો લુક ગરિમાભર્યો દેખાય એ જોઈએ છે અને એ જ તમારા ભાવિ બિઝનેસ કે જોબમાં ઘણો ઇમ્પ્રેસિવ લાગી શકે છે. આ લુક મોટા ભાગે કોઈ પણ એજના પુરુષોને સૂટ થાય છે, પણ નવા-નવા જ કામ કરતા થયેલા ફ્રેશર્સ માટે આ હેરસ્ટાઇલ બોસ સામે ઇમ્પ્રેશન ઊભી કરવા માટે હેલ્પફુલ થશે.
ટેક્ષ્ચર્ડ બેડહેડ
મોટા ભાગે હોલીવુડ, બોલીવુડ, મિડિયા, પબ્લિક રિલેશનમાં પોપ્યુલર.
કારણ
ટ્રેન્ડી અને ડીટેલ ઓરિયેન્ટેડ એવી આ હેરસ્ટાઇલ જણાવે છે કે તમે નાની-નાની બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખો છો. આ લુકને મેઇન્ટેન કે ક્રીએટ કરવા માટે ખૂબ સમયની જરૂર પડે છે. માટે જ આ લુક સાબિતી આપે છે કે તમે પોતાના લુક પાછળ કેટલો પણ સમય ખર્ચી શકો છો. જે લોકો પાવર-પોઝિશનમાં હોય તેઓ ખાસ નોટિસ કરે છે કે આવી હેરસ્ટાઇલવાળો પુરુષ પોતાનો ખૂબ ખ્યાલ રાખે છે અને નવા-નવા ટ્રેન્ડથી પોતાને અપડેટેડ રાખે છે.