● રાજ્યના વાતાવરણમાં પલટો, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું , હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાક સુધી જોવા મળશે વાદળછાયું વાતાવરણ, વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં જોવા મળશે ઘટાડો, લોકોને મળશે ગરમીથી રાહત
● રાજકોટ : આકાશવાણી ચોક પાસે યુવક પર ફાયરિંગ, હાર્દિક રાજપૂત નામના યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ, આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા, તપાસમાં 3 આરોપીઓના નામ આવ્યા સામે, રણજિત, મંથન, કમલેશ દ્વારા કરાયું હતું ફાયરિંગ
● રાજ્યનાં 67 IASની બદલી, અમદાવાદ સહિતના 4 મુખ્ય શહેરોના કલેક્ટર પણ બદલાયા
● IAS બાદ IPSમાં પણ તોળાઈ રહ્યા છે ફેરફાર, 40થી વધુ IPSની ટૂંક સમયમાં થઈ શકે છે બદલી
● દલિતોનું ભારત બંધ રહ્યું હિંસક : ગુજરાતમાં ઘણાં સ્થળોએ તોડફોડ અને હિંસા, મોડી રાત સુધી ચાલ્યા છમકલાં
● SC/ST એક્ટને લઈને કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર થઈ શકે છે આજે સુનાવણી, કેન્દ્ર સરકાર જલદી સુનાવણી કરવા કરી શકે છે માગ
● અમદાવાદ : કૃષ્ણનગરમાં પોલીસ કર્મી અને પરિવાર પર પાડોશીઓએ કર્યો હુમલો, હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બ્રીજેશ શાહે નોંધાવી ફરિયાદ, 25થી વધુ લોકોએ કર્યો હુમલો , વાહન રિવર્સ લેવાની નજીવી બાબતે બોલાચાલી કર્યા બાદ કર્યો હુમલો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
● વડોદરા : નિઝામપુરા બસ ડેપોમાં સળગાવાઈ બસ, ગત રાત્રે અજાણ્યા શખ્સોએ બસને લગાવી આગ , એસટી બસ બળીને ખાખ
● અમદાવાદ : દલિત સમાજના લોકોએ કરેલા વિરોધનો મામલો, મહિલા PSIને બચકાં ભરનારી બે મહિલાઓ સામે ગુનો દાખલ, મહિલા કોર્પોરેટર રાજશ્રીબહેન કેસરી અને તેની માતા સામે ગુનો નોંધાયો
● CBSEનું ગણિતનું પેપર ફરી લેવાશે તે ન્યૂઝ અફવા, ધો-10નું ગણિતનું પેપર ફરી લેવાશે તેવી ફેલાઈ અફવા, ફરીથી પરીક્ષા લેવાશે તેવો લેટર થયો હતો વાયરલ, 30 એપ્રિલે ગણિતનું પેપર ફરી લેવામાં નહિ આવે
● દિલ્હી : પેપર લીક મુદ્દે NHRC દ્વારા નોટિસ ઈશ્યૂ, કેન્દ્ર સરકાર, CBSE અને દિલ્હી પોલીસને નોટિસ
● PNB કૌભાંડમાં CBIની તપાસ ચાલુ, CBI દ્વારા બેન્ક ઓફિસર્સની કરાઈ પૂછપરછ, નીરવ સાથેના મેળાપીપણા અંગે ચાલી રહી છે તપાસ
● આજે ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક મળશે, કમલમ્ ખાતે બક્ષીપંચ મોરચાની બેઠક મળશે
● રાજ્યસભા સાંસદ મનસુખ માંડવિયા આજે લેશે શપથ, રૂપાલા, અમીબહેન યાજ્ઞિક, નારણ રાઠવા શપથ લેશે, રાજ્યસભાના સાંસદ પદ માટે દિગ્ગજો શપથ ગ્રહણ કરશે, રાજ્યસભામાં 11 વાગ્યે વેંકૈયા નાયડુ શપથ અપાવશે
● અરવલ્લી : શામળાજીથી રૂ.46.58 લાખનો દારૂ જપ્ત, સ્ટેટ મોનિટરિંગ સેલે કન્ટેનરમાંથી જપ્ત કર્યો દારૂનો જથ્થો, વિજિલન્સ ટીમે રૂ.66 લાખના મુદ્દામાલને કર્યો જપ્ત, ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપવા કાર્યવાહી હાથ ધરાઈ
● ગુજરાતમાં ઘટી ગરમી : તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો, અમદાવાદમાં આકરા તાપથી વધ્યો રોગચાળો