શિક્ષણ તેમ જ નોકરીમાં કોમઆધારિત આરક્ષણના વિરોધમાં અમુક જૂથ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ‘ભારત બંધ’ દરમિયાન કોઈપણ હિંસક ઘટના ન બને તેની તકેદારી રાખવા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સુરક્ષાવ્યવસ્તા વધુ સઘન કરવા સોમવારે જણાવી દીધું હતું. તેમના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારમાં થનારી કોઈપણ અનિચ્છનીય ઘટના માટે જિલ્ લા મેજિસ્ટ્રેટ અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ-એસપીને જવાબદાર ગણવામાં આવશે એમ ગૃહ ખાતાએ જણાવ્યું હતું.
અઠવાડિયા અગાઉ જ દેશના જુદી જુદા ભાગમાં એકાદ ડઝન લોકોનો ભોગ લેનારી બનેલી હિંસક ઘટનાઓને પગલે સરકારનો આ નિર્ણય આવી પડ્યો હતો.
૧૦ એપ્રિલના રોજ યોજાનારા ભારત બંધ માટે તમામ રાજ્યોને સાવચેતીના જરૂરી પગલાં લેવા તેમ જ જરૂર જણાય તો પ્રતિબંધિત આદેશ આપવા જણાવી દેવામાં આવ્યું છે.