● સુરત : અમદાવાદ-ભાવનગર-સુરત ફ્લાઇટની શરૂઆત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ફ્લાઇટ માં સુરત પહોંચ્યા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ સાથે આવ્યા, ઉડાણ યોજના હેઠળ શરૂ કરવામાં આવી ફ્લાઇટ, ફ્લાઇટથી લોકોને સસ્તી મુસાફરીનો લાભ: ચુડાસમા, સુરક્ષિત અને ટૂંકી મુસાફરીથી ફાયદો: વાઘાણી
● પોરબંદર : રાણાવાવના આદિત્યાણા ગામમાં ડબલ મર્ડર, જુના અદાવતને લઈને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ, રાણાવાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
● કઠુઆ ગેંગરેપની આજે થશે સુનાવણી, પીડિતાની વકિલે કહ્યું, મારો રેપ અને મર્ડર થઇ શકે છે
● ચીનની ઘૂસણખોરી મુદ્દે ચોંકાવનારો ખુલાસો, ITBPના અહેવાલમાં સામે આવી વિગતો, ચીને 30 દિવસમાં 35 વખત LAC પર કરી ઘૂસણખોરી, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ ઘૂસણખોરી, ITBPના વિરોધ બાદ પરત ફર્યા ચીની સૈનિકો, ITBPએ ગૃહમંત્રાલયને સોંપ્યો રિપોર્ટ
● દિલ્હી : કાલિન્દીકુંજ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, આગમાં 55 કાચાં ઘર બળીને ખાખ, રાત્રે 3 વાગ્યાની આસપાસ લાગી આગ, આગમાં 55 પરિવાર બન્યા ઘરવિહોણા, આગમાં મોટાપાયે ઘરવખરી બળીને ખાખ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
● હવે સંવિધાનના નામે PMને ઘેરશે રાહુલ ગાંધી, 23 એપ્રિલે અભિયાનની કરવામાં આવશે શરૂઆત, દલિતોના મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસમાં રાહુલ, રાહુલ આ અંગે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે, કોંગ્રેસ દ્વારા ‘સંવિધાન બચાવો’ અભિયાન ચલાવાશે,
● અમદાવાદ : નારોલ શાહવાડી રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનચાલકની અડફેટે યુવાનનું મોત, હિટ એન્ડ રનમાં પરપ્રાંતીય યુવકનું થયું મોત, વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે હિટ એન્ડ રન મુદ્દે તપાસ હાથ ધરી
● આજે આંધ્રપ્રદેશમાં બંધનું એલાન : વિશેષ રાજ્યના દરજ્જાની માગ સાથે એલાન અપાયું
● વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષનું નિવેદન : ટૂંક સમયમાં બનશે રામમંદિરઃ વી. કોકજે, કોર્ટમાં કાયદો બનાવીને ટૂંક સમયમાં કાર્ય શરૂ કરાશે, સંતોની આગવાનીમાં રામમંદિરનું કરાશે નિર્માણ
● કર્ણાટક વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસ દ્વારા 218 ઉમેદવારની યાદી જાહેર કરાઈ, સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી સીટ પરથી ચૂંટણી લડશે, 12 મેએ યોજાશે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી
● PM નરેન્દ્ર મોદી આજે જશે વિદેશ પ્રવાસે, સ્વિડન અને UKની યાત્રા પર જવા રવાના થશે PM, PM સ્વિડન અને UKનો 5 દિવસનો પ્રવાસ કરશે
● જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં રેડએલર્ટ જાહેર કરાયું, જમ્મુ-કાશ્મીરમાં હાઈવે પર 2 આતંકીઓ જોવામાં આવ્યા, કારમાં જઈ રહેલા આતંકીઓને જોતાં લેવાયાં પગલાં
● ગાંધીનગર : પોલીસ માટે મોબાઈલ એપનું થશે લોન્ચિંગ, સ્વર્ણિમ સંકુલ-1માં મોબાઈલ એપનું કરાશે લોન્ચિંગ, CM રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજા આપશે હાજરી
● ગાંધીનગર : કરઈ પોલીસ એકેડેમીમાં આજે દીક્ષાંત સમારોહ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આપશે હાજરી
● ભચાઉ નજીક શિકરા ગામ પાસે ટ્રેક્ટર અને બસ વચ્ચે અકસ્માત : મોસાળ પક્ષથી મામેરા માટે જતા મામેરિયા પક્ષના 10 લોકોના મોત
● બાળકીઓ પરનાં દુષ્કર્મના વિરોધમાં ગુજરાતનાં શહેરોમાં કેન્ડલ માર્ચ : અમદાવાદમાં હાર્દિક પટેલ જોડાયો; કરી પીડિતાના પરિવારને ન્યાયની માગ