● રાજકોટ : રાજનગર ચોક તેમજ આંબેડકરનગર વિસ્તારની ઘટના, RMC દ્વારા આંબેડકરની પ્રતિમા હટાવી હોવાની આશંકા, રાજકોટ દલિત સમાજ દ્વારા ઉગ્ર દેખાવો કરાયો , શહેરના 150 ફૂટ રીંગ રોડ પર દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા, લોકોએ કર્યો ચક્કાજામ, મોટા પ્રમાણાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
● નરોડા પાટિયા કેસમાં માયાબેન કોડનાની સહિત 32 દોષિતોની સજા સામેની અપીલનો આજે થશે ફેંસલો, હાઇકોર્ટ આજે ચૂકાદો આપે તેવી સંભાવના
● જે રાજનાથ સિંહ સંઘપ્રદેશમાં, સવારે દાદરાનગર હવેલીમાં તો સાંજે દિવમાં, વિકાસના કામોનું કરશે લોકાર્પણ
● સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રી કૌભાંડમાં 43 સામે થઇ ફરિયાદ, 2 ડોક્ટર સામે પણ ગુનો દાખલ
● બીટકોઇન મામલે ક્રાઇમબ્રાંચની મોટી કાર્યવાહી, ભાગેડુ અમરેલી LCB PI અનંત પટેલની ધરપકઙ, પોલીસથી બચવા મુંડન કરાવી કર્યો હતો વેશપલટો
● હજુ બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગની આગાહી, રાજકોટમાં યલો એલર્ટ, હજી પારો વધવાની શક્યતા
● કેશના કકળાટ વચ્ચે એસબીઆઇના ચેરમેનનું રાહતરુપી નિવેદન, કહ્યું આજ સાંજ સુધીમાં એટીએમમાં પુરતી કેશ ઉપલબ્ધ થશે
● ઉદ્યોગપતિ અમીત ભટનાગરના કરોડોના કૌભાંડનો મામલો , ભટનાગરની કંપનીઓ પર વધુ એક સંકજો કસાયો, સરકારી વીજ કંપનીઓએ કરી કાર્યવાહી, ડાયમંડ પાવર અને રૂબી કેબલ્સ પર ત્રણ વર્ષનો પ્રતિંબધ મુક્યો , ભટનાગરની બંને કંપનીઓ સાથે કોઈ પણ ધંધો નહિ કરે સરકારી વીજ કંપની
● સુરત : મીના રાઠોડને કોર્પોરેટર પદેથી હટાવવા પત્ર, એન્ટી કરપ્શન બ્યુરોએ લખ્યો પાલિકાને પત્ર, મીના રાઠોડ અને તેના પતિ લાંચ લેતા ઝડપાયા હતાં, BJPના કોર્પોરેટર 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતાં