● છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પહોંચ્યા આસમાને, 55 મહિનામાં પહેલીવાર પેટ્રોલ રૂ.82 પર પહોંચ્યું, દિનપ્રતિદિન વધતા ભાવથી લોકો પરેશાન
● આજે દિલ્હીમાં મોદી કેબિનેટની બેઠક, બેઠકમાં સુરત-કઠુઆ ઘટનાને પગલે બાળકીઓ પર દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા પર થશે ચર્ચા
● આજે સોનિયા ગાંધીના ગઢમાં શાહની રેલી, મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સાથે જનસભાને કરશે સંબોધન
● CJI મહાભિયોગ મુદ્દે વિપક્ષનું દબાણ, કોંગ્રેસે 7 પક્ષો સાથે પ્રસ્તાવ કર્યો સુપરત, 71 સાંસદોનાં હસ્તાક્ષર સાથે પ્રસ્તાવ અપાયો
● વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બર્લિનમાં ચાન્સેલર મર્કેલ સાથે કરી મુલાકાત, પાંચ દિવસના વિદેશ પ્રવાસ બાદ PM સ્વદેશ આવવા રવાના
● વૈશ્વિક દબાણના કારણે ઉત્તર કોરિયા પડ્યું નરમ, કિમ જોંગે અટકાવ્યા ન્યૂક્લિયર ટેક્સ, ટ્રમ્પે કર્યું સ્વાગત
● ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કાર ખીણમાં ખાબકી, અકસ્માતમાં 7 લોકોના મોત
● ઝારખંડમાં સ્થાનિક ચૂંટણીઓમાં કેસરિયો લહેરાયો, મેયર-ડે.મેયરના તમામ પદો ભાજપને
● સુરત : ડીંડોલીમાં મોડી રાત્રે યુવાન પર જીવલેણ હુમલો, અનેક યુવકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો, અંગત અદાવતમાં હુમલો થયાની આશંકા, ડીંડોલી પોલીસે આ બનાવમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
● અમદાવાદ : આનંદનગર વિસ્તારમાં હેવાનીયત ભર્યો કિસ્સો આવ્યો સામે, આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે કરી છેડતી, 3 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં, શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાગર એપાર્ટમેન્ટનો બનાવ, આરોપી દિલીપ ફરાર
● બીટ કોઈન કેસમાં પોલીસ દ્વારા કરોડોનો તોડ કરવાનો મામલો, અમરેલીના બે પોલીસકર્મી અને સુરતના એક વકીલ આરોપીએ કરી છે કાયમી જામીન અરજી, ત્રણેયની કાયમી અરજી પર આજે હાથ ધરાશે સુનાવણી, સીટી સિવિલ સેશન્સ કોર્ટમાં કરી ત્રણેય આરોપીઓએ જામીન અરજી