આજકાલ વાળમાં કલર કરવાના ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. જો કે ઘણી મહિલાઓના વાળ સફેદ હોવાને કારણે તેઓ હેર ડ્રાયરનો ઉપયોગ કરતી હોય છે. તમને જણાવી દઇએ કે, વાળમાં વારંવાર કલર કરાવવાથી તેમાં રહેલુ કેમિકલ હેરને ડેમેજ કરી દે છે, પણ જો તમે આજથી જ આ ઘરગથ્થુ ઉપાયો અજમાવશો તો તમારા વાળ ડ્રાય પણ નહિં થાય અને કલર પણ થઇ જશે.
1. મહેંદી
વાળને કલર કરવા માટે મહેંદી સૌથી જૂનો અને ફાયદાકારક ઉપાય છે. આ માટે 1 કપ મહેંદીમાં જરૂર મુજબ લીંબુનો રસ મિક્સ કરી લો અને 4-5 કલાક સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ એ મહેંદી વાળમાં લગાવો અને 2 કલાક પછી માથું ધોઇ લો.
2. અખરોટાના ફોતરા
અખરોટના ફોતરાનો પાઉડર બનાવી લો અને અડધા કલાક સુધી ગરમ પાણીમાં ઉકાળો. પછી તે પાણીને ગાળી લો અને પછી ઠંડુ પડવા દો. આ મિશ્રણને વાળમાં લગાવી અને 1 કલાક પછી ધોઇ લો.
3. ચા
1 કપ પાણીમાં ચા નાખીને ઉકાળીને તેને ગાળી લો. આમ, જ્યારે તે ઠંડુ પડી જાય પછી તેને વાળમાં લગાવી અને થોડા સમય પછી ધોઇ લો. તેનાથી વાળમાં કુદરતી રંગ તો આવશે અને સાથે-સાથે વાળ પણ મુલાયમ બનશે.
4. બીટ અને ગાજરનો રસ
1 કપ બીટ અને 1 કપ ગાજરને ક્રશ કરી તેનો જ્યૂસ બનાવી લો, ત્યારબાદ વાળમાં લગાવી અને 1 કલાક પછી ધોઇ લો.