● કાર્યક્રમમાં વ્યસ્તતાને લીધે આજે મળનારી ગુજરાત કેબિનેટની બેઠક આવતીકાલે મળશે, આજેપણ મંત્રીઓ સુજલામ સુફલામ કાર્યક્રમમાં આપશે હાજરી
● દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે આજે મોદીની અધ્યક્ષતામાં ગ્રામસ્વરાજ કાર્યક્રમ, રૂપાણી જશે દિલ્હી; મોદી અને શાહ સાથે કરી શકે છે મુલાકાત
● રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, ભાવનગરમાં નોંધાયું સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 42.7 ડિગ્રી સાથે યલ્લો એલર્ટ
● ગાંધીધામમાં ભારે હંગામા બાદ અજંપાભરી શાંતિ, સોશિયલ મીડિયામાં ટિપ્પણીના વિરોધમાં દલિતોએ મચાવ્યો હતો ભારે હંગામો, પોલીસે છોડવા પડ્યા હતા ટિયર ગેસના સેલ
● મુંબઇના બહુચર્ચિત જેડે હત્યાકાંડમાં આજે આવશે ફેંસલો, મુંબઈની વિશેષ CBI કોર્ટ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત 11ના ભાવિનો કરશે ફેંસલો
● RTE કાયદાનો અમલ 100 ટકા ન થયો હોવાની સરકારની કબૂલાત, કોર્ટે કહ્યું; બાળકોના અધિકાર સાથે ન થવી જોઈએ છેડછાડ
● જમીન વિકાસ નિગમના MD દેત્રોજાની ફિલ્મી ઢબે ધરપકડ, પકડવા ગયેલી ક્રાઈમબ્રાંચની ટીમ પર કર્યો કાર ચઢાવવાનો પ્રયાસ, આજે કોર્ટમાં કરાશે હાજર
● વિસનગર કોર્ટમાં આજે હાર્દિકની મુદત, ધારાસભ્યની ઓફિસમાં તોડફોડનો હાર્દિક પર આરોપ, હાર્દિક, લાલજી સહિતના આરોપી કોર્ટમાં હાજરી આપશે, કુલ 17 આરોપી કોર્ટમાં હાજરી આપશે
● ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં દલિતો એકત્ર થયા, FB પરની ટિપ્પણીનો દલિતો દ્વારા વિરોધ, મહેશ્વરી સમાજના ધર્મગુરુ વિરુદ્ધ કરાઈ હતી પોસ્ટ, અભદ્ર પોસ્ટ કરનારા શખ્સને ઝડપી લેવા લોકોની માગ, લોકો એકત્ર થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો, આજે સવારે 10 વાગ્યે દલિતોનો ચક્કાજામનો કાર્યક્રમ
● બુલેટ ટ્રેનના વિકાસના વિરોધમાં રાજ ઠાકરે, મહારાષ્ટ્રના લોકોને રાજ ઠાકરે દ્વારા કરાઈ અપીલ, બુલેટ ટ્રેન માટે જગ્યા ન આપવા રાજની અપીલ, બુલેટના નામે જમીન ખરીદવાનું ષડયંત્ર: રાજ, મરાઠી લોકોને હટાવવાની આ એક ચાલ છે: રાજ, પાલઘરના વસઈમાં સભાની સંબોધતાં રાજની અપીલ
● માર્ક ઝકરબર્ગે બતાવી FBની નવી યોજના, ડેટિંગ સર્વિસનું છે પ્લાનિંગઃ ઝકરબર્ગ, ફેસબુકના CEO દ્વારા કરાઈ ઘોષણા, યુઝરને હિસ્ટ્રી ક્લીયર કરવાનો વિકલ્પ મળશે: ઝકરબર્ગ
● PM નરેન્દ્ર મોદી આજે ખેડૂતો સાથે કરશે ચર્ચા, નમો એપથી ખેડૂતો સાથે સંવાદ સાધશે PM, આજે સવારે 9 વાગ્યે ખેડૂતો સાથે PMનો સંવાદ
● રમજાનના તહેવાર પર યોગી સરકારનો મહત્ત્વનો નિર્ણય, સહેરી અને ઈફ્તાર સમયે નહિ કરાય વીજકાપ, મુસ્લિમ બહુમતી વિસ્તારને પૂરતી વીજળી અપાશે
● બિહાર : બસની ઉપર મુસાફરી કરવી 6 લોકોને મોંઘી પડી, જાન લઈને જતી બસની ઉપર મુસાફરી કરતા હતા 6 લોકો, બસ વીજવાયર સાથે અથડાતાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા, તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, રોહતાસના છેનારીમાં જાન લઈને જતી બસ સાથે દુર્ઘટના
● અમદાવાદ : ધંધૂકામાં કાર-ટ્રકના અકસ્માતમાં 2નાં મોત, પીપળી-ભોળાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં કુલ 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
● PM મોદી અને જિનપિંગની મુલાકાતનો થયો ફાયદો, સીમા પર બંને સેનાના અધિકારીઓ વચ્ચે થઈ બેઠક, નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવા અંગે થઈ ચર્ચા