● સુરત : 13 પોલીસ મથકોના પોલીસકર્મીઓએ એક દિવસનો પગાર દાન કર્યો, મારુતિ વીર જવાન ટ્રસ્ટને રૂ. 6.85 લાખની રકમ દાન કરી, દાનની રકમ શહીદોના પરિવારજનોને આપવામાં આવશે
● બનાસકાંઠા : ડીસા પાંજરાપોળના સંચાલકે ગાયો રસ્તા પર છોડી મૂકી, સરકારી સહાય સમયસર ન મળતા ગાયો છોડી મૂકાઈ
● વડોદરા ; વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દારૂ પી રહેલા હાઈ પ્રોફાઈલ બિલ્ડરની કરી ધરપકડ, પ્રાપ્તિ ગ્રુપના પ્રેસિડેન્ટ અને શહેરના જાણીતા બિલ્ડર રશેષ પરીખની પ્રોહીબીશનના ગુનામાં કરાઈ ધરપકડ., ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની 35 બોટલો કરી જપ્ત.
● ભરૂચ : અંકલેશ્વરની આર.એસ.પી.એલ. કંપનીમાં ગેસની અસરથી ત્રણ કામદારના મોતનો મામલો, તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ પાઠવાઈ, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓપરેશન બંધ રાખવા આદેશ
● ગાંધીનગર : ACB માં પ્રથમવાર GAS અધિકારીની નિમણુંક, મહેસુલ અને પંચાયત વિભાગ પર ગાળિયો મજબૂત થવાની શક્યતા, ગેસ કેડરના અધિકારી ગૌરવ પંડ્યાની ACBના ડિરેક્ટર તરીકે કરાઈ નિમણુંક.
● કચ્છ:: નખત્રાણાના ઉગેડી ફાટક નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 3 ના મોત, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયાની પ્રાથમીક વિગત.
● ગાંધીનગર : CID ક્રાઈમ બિટકોઈન તોડકાંડ મામલે મુખ્ય આરોપી અને ફરીયાદીના મિત્ર કિરિટ પાલડીયાને કોર્ટે 10 મે સુધીના રિમાન્ડ પર પોલીસને સોપ્યો.
● બનાસકાંઠા : પાલનપુરના ભુતેડી ગામનો બનાવ, બે જૂથના લોકો વચ્ચે મારામારી, સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો સામસામે આવી જતા થયું ઘર્ષણ, બંને પક્ષો દ્વારા સામસામે છરી અને કાચની બોટલથી કરાયો હુમલો, ઘટનામાં 4 શખ્સો ઈજાગ્રસ્ત
● સુરત : વ્યારાના ઘાટા ગામથી માંડવીના વેરાકુઈ ગામે લગ્ન પ્રસંગમાં જતી ખાનગી બસ પલટી, બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી, 1નું ઘટના સ્થળે મોત, 18થી વધુ ઈજાગ્રસ્ત
● ગાંધીનગર : રાજ્યભરમાં જુનિયર અને સિનિયર જજની બદલી, રાજ્યભરના 170થી વધુ જજની બદલી, ચીફ જસ્ટીસે કરી બદલી, કેટલાક જજને રાજ્યના અલગ-અલગ જિલ્લામાં બદલી