● CM વિજય રૂપાણી આજે સોમનાથના પ્રવાસે, સુજલામ્ સુફલામ્ અંતર્ગત સોમનાથ પહોંચશે CM, જળસંગ્રહ યોજના અંતર્ગત CM રૂપાણીનો કાર્યક્રમ
● ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો થઈ જાહેર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. આ અનુસાર પરિણામ 15મી થી 20મી મેની વચ્ચે આવી શકે છે. આ સિવાય ઘોરણ 10નું પરિણામ 28થી 31 તારીખની વચ્ચે જાહેર કરવામાં આવશે.
● મિશન લોકસભા અંતર્ગત કમલમ ખાતે આજે બેઠકોનો દૌર, ભાજપના ધારાસભ્યો, સાંસદો સહિત પ્રભારી અને પદાધિકારીઓ આપશે હાજરી
● બીટકોઈન મામલામાં નલિન કોટડિયાને ચૂકવાયા હતા 35 લાખ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, હાલ ગુજરાત બહાર હોવાની શક્યતા
● રાજકોટ : શાપરમાં નેશનલ ગોડાઉનમાં આગનો મામલો, મગફળીમાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂમાં નહિ , ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ યથાવત , મગફળીમાં આગ અંગે 4 ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ, પોલીસની 3, ક્રાઈમબ્રાન્ચની 1 ટીમે તપાસ હાથ ધરી, આગને સંપૂર્ણ કાબૂમાં લેતાં 2 દિવસ લાગી શકે
● રાજકોટ નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ કરશે CID, ભાજપ-કૉંગ્રેસ વચ્ચે રાજનીતિ તેજ
● બનાસકાંઠાના ગૌશાળા સંચાલકોના સમર્થનમાં આજે કૉંગ્રેસ અને OBC એકતા મંચના ડીસામાં ધરણાં, બનાસકાંઠાના કૉંગ્રેસના ધારાસભ્યો પણ આપશે હાજરી
● અમદાવાદ DRIએ મુંબઈમાંથી ઝડપ્યું 261 કરોડનું કૌભાંડ, 61 કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરી પણ ઝડપાઈ
● તોગડિયાનું સમર્થન કરનારા રણછોડ ભરવાડ સહિતના નેતાઓની VHPમાંથી હકાલપટ્ટી, તબીયત લથડતા ભરવાડને કરવા પડ્યા દાખલ
● CJI દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને સંસદમાં રજૂ કરવાની મંજૂરી માગતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, અમી યાજ્ઞિક સહિત બે સાંસદોએ કરી છે PIL
● ઉત્તર ભારતમાં વરસાદ સાથે વાવાઝોડાનો કહેર, રાજસ્થાન તરફથી 70 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો, વાવાઝોડા સાથે વરસાદે લોકોની મુસીબત વધારી, દિલ્હી-NCRમાં વાવાઝોડા સાથે વરસાદ, દિલ્હીના કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી ચેતવણી, 50થી 70 કિ.મી.ની ઝડપી પવન ફુંકાવાની શક્યતા
● દિલ્હીમાં વરસાદ સાથે વાવાઝોડાના પગલે સ્કૂલ બંધ રાખવાના આદેશ અપાયા, હરિદ્વાર, ઉત્તરકાશી, ટિહરી પહોંચી શકે છે વાવાઝોડું, રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાવાઝોડું અને વરસાદ, ઉત્તરાખંડમાં તમામ અધિકારીઓ હાઈએલર્ટ પર
● આજે કર્ણાટકનું બીજાપુર બનશે ચૂંટણી રણસંગ્રામ, આજે સોનિયા અને PM મોદીની બીજાપુરમાં થશે રેલી, બંને પક્ષના દિગ્ગજો આજે બીજાપુરમાં ચૂંટણીસભા ગજવશે, કર્ણાટકમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર