● ખરાબ મોસમના કારણે કેદારનાથની યાત્રાએ ગયેલા 2 હજારથી વધુ ગુજરાતી યાત્રિકો ફસાયા, રાજ્ય સરકારે શરૂ કર્યો સંપર્ક કરવાનો પ્રયાસ
● હવે બિનખેતીની પરવાનગીમાં નકશા કે પ્લાન રજૂ કરવાની જરૂર નહિ, સરકારના નિર્ણયથી બિનખેતી કરવાની પ્રક્રિયા બની વધુ સરળ અને ઝડપી
● રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બુઝાતા હજુ લાગશે એક દિવસ, શુક્રવારે સૌરાષ્ટ્રમાં મગફળીકાંડ અને અન્ય મુદ્દે કૉંગ્રેસના ધરણાં
● આજે રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, જળસંચય અને ગાયના ઘાસચારાના મુદ્દે થશે ચર્ચા
● મિશન લોકસભા અંતર્ગત કમલમ ખાતે બૃહદ પ્રદેશ ભાજપની બેઠકોનો દૌર, આયોજન અને તૈયારીઓ પર મંથન, કામગીરીની પણ સમીક્ષા
● ગુરુવારે ધોરણ 12 સાયન્સ અને ગુજસેટનું પરિણામ, પરિણામ વેબસાઈટ પર થશે જાહેર, માર્કશીટનું વિતરણ સવારે 11થી 4 દરમિયાન
● કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ આજે ગુજરાતમાં, ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કરશે રાજ્યપાલ સાથે મુલાકાત
● સુરત : IT અધિકારીઓ શીખશે ગુજરાતી ભાષા, બિન ગુજરાતી અધિકારીઓ માટે ખાસ ક્લાસ, સુરતમાં મોટી સંખ્યામાં છે બિન ગુજરાતી અધિકારી, દરોડા સમયે મળી આવે છે ગુજરાતીમાં લખેલા દસ્તાવેજો, અધિકારીઓ શબ્દો અને આંકડા વાંચી શકે તે માટે ખાસ ક્લાસ, એક બેચમાં 20 જેટલા જ અધિકારીને એન્ટ્રી મળશે
● વડોદરા : મહિલા PSI પર જીવલેણ હુમલો, વાડી પોલીસના PSI એસ.જે. તોમર પર હુમલો, રાત્રે લારી-ગલ્લા બંધ કરાવવા ગયા હતા મહિલા PSI, 100 લોકોના ટોળામાંથી અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો , PSIને માથામાં માર્યા લાકડીના ફટકા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા PSIને હોસ્પિટલ ખસેડાયા
● સુરત : લીંબાયતમાં મહિલાને જેલમાં પુરવાનો મામલો, પોલીસે રજૂ કર્યા CCTV, અકસ્માત બાદ બંને પક્ષો પોલીસ મથકે પહોંચ્યા હતા, પોલીસ મથકે મહિલાઓએ પોલીસ સામે જ કરી મારામારી